બિસ્માર રસ્તાના ખાડામાં ભાજપના ઝંડા લગાવી વિરોધ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/07/0407-bharuch-1024x575.jpg)
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નેત્રંગ – અંકલેશ્વર સુધીના બિસ્માર રસ્તાના કારણો વાહનચાલકોમાં ભારે રોષ જણાઈ રહ્યો છે.મામુલી વરસાદમાં જ રસ્તા ઉપર ખાડા પડતા અને તેમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ખાડાનો અંજાદ રહેતો નથી.મામુલી ગફલતના કારણે નિત્યક્રમ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે.
રસ્તાના નિર્માણની કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કરીને ભારે ભ્રષ્ટાચાર-ગોબાચારી આચરી હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.એક વાહન ચાલકે રસ્તામાં પડેલ ખાડામાં ભાજપનો ઝંડો લગાવીને વિરોધ નોંધાવતા ભરૂચ સાંસદ મનસુખ વસાવા,
ઝઘડીયા ધારાસભ્ય રિતેશ વસાવા,તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો અને ભરૂચ જીલ્લા ભાજપના મોવડી મંડળ વાહન ચાલકોના હિતમાં રાજ્ય સરકારમાં રજુઆત કરીને રસ્તાનું પ્રાથમિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.