5 મરઘા અને વાછરડીનો શિકાર કરનાર દિપડો 11 દિવસે પકડાયો
11 દિવસથી નેત્રંગમાં ભયનો માહોલ ફેલાવનાર ખૂંખાર દીપડો પાંજરે પુરાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નેત્રંગ તાલુકાના વડપાન પંથકની સીમા છેલ્લા અગિયાર અગિયાર દિવસે ખૂંખાર દિપડાએ દેખા દીધા બાદ વડપાન ગામના એક પશુપાલક ની ગાયના વાછરડી ઉપર હુમલો કરાતા ગાયની બુમાબુમને લઈને પશુપાલકનુ કુટુંબ જાગી જતા દીપડાએ શિકાર કરેલ વાછરડીને બચાવી લેવામા આવી હતી.
ત્યાર બાદ વડપાન ગામમા જ એક ખેતમજુર પડેલા પાંચ જેટલા મરધાઓનો શિકાર કાર્ય બાદ ગામજનોએ નેત્રંગ વનવિભાગના મહિલા આરએફઓ મેહુઝા દિવાનને માહિતગાર કરાતા તાત્કાલિક તા.૧૪મી ડિસેમ્બર ના રોજ વનવિભાગ થકી વડપાન ગામની સીમમાં પિજરૂ મુકવામા તેમ છતા પણ આ ખૂંખાર દિપડાએ પોતાનો આતંક મચાવી રાખતા ભોટનગર ગામમા રહેતા એક ખેડૂતના ધર આંગણેથી પાંચ જેટલા મરધાઓનો શિકાર કરી પોતાનો ભય
ઓર ફેલાવતા વડપાન પંથકના ખેતમજુરો,ખેડૂતો ખેતીકામ માટે ખેતરોમા જતા ભયનો માહોલ જોવા મળતો હતો તેવા સંજોગોમા તા.૨૪ના રોજ રાત્રીના સમયે વનવિભાગ થકી મુકવામા આવેલ પિંજરામા ખૂંખાર દિપડો કેદ થતા લોકોએ રાહત નો દમ લીધો હતો.