Western Times News

Gujarati News

આજે નેત્રોત્સવ વિધિ: શ્રદ્ધાળુઓમાં થનગનાટ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં આગામી ૭ જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાને લઈને કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. રથયાત્રા માટેન તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પૂર્વેના પ્રસંગોની ધાધૂમથી ઉત્સાહભેર શરૂઆત થઈ ચૂકી છે.

મંદિર પરિસરમાં ભકતોનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. બીજી તરફ ભગવાન અને ભકતોની સુરક્ષા અર્થે પોલીસ પણ એક્ટિવ છે. શહેરના કોટ વિસ્તારમાં પોલીસનું મેગા કોÂમ્બંગ હાથ ધરાઈ રહ્યું છે. સાથે સાથે આ વખતે પહેલી વાર હેલિકોપ્ટરથી રથયાત્રાની ખાસ વોચ રાખવામાં આવશે. આ બધા વચ્ચે નેત્રોત્સવવિધિથી લઈને રથયાત્રાના પ્રસ્થાન સુધીના કાર્યક્રમોની ભક્તિભાવ સાથે ઉજવણીની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૭મી યાત્રા યોજાઈ રહી છે. જેના માટે પ્રશાસને તમામ તૈયારીઓ કરી લીધી છે. પરંપરાગત રીતે આવતીકાલે તેમની નેત્રોત્સવવિધિ યોજાશે. જેમાં ભાજપ પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહેશે.

આ દિવસે લોકોને ભગવાનના આંખે પાટા બાંધેલા રૂપમાં દર્શન થાય છે. જ્યારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની આંખ પરથી રથયાત્રાને દિવસે સવારે ચાર વાગે મંગળા આરતી કરવામાં આવે છે. જગન્નાથ મંદિરમાં આવતીકાલે નેત્રોત્સવ પહેલાં પ્રભુની પૂજા-અર્ચના કરવામાં આવશે.

આ દિવસની ધાર્મિક વિધિમાં પરોઢિયે રત્નવેદી ઉપર ભગવાનની પ્રતિષ્ઠા કરાય છે. ૮ વાગે નેત્રોત્સવનો પ્રારંભ થાય છે જેમાં પરંપરાગત ધાર્મિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવની વિધિ શરૂ થાય છે જ્યારે સવારે ૧૦ કલાકે મંદિર પર ધ્વજારોહણ કરાશે. જ્યારે બપોરે ૧ર કલાકે ભંડારો યોજાશે.

નેત્રોત્સવ બાદ અષાઢી બજના દિવસે ભગવાનની આંખથી પાટા ખોલવામાં આવે છે તે પછી ધ્વજારોહણની વિધિ અને મંગળા આરતી થાય છે. ભગવાન માટે જુદા જુદા પકવાન બને છે. ભગવાનની વિશેષ પૂજા થાય છે. બાદ ભગવાન નગરચર્યા માટે નીકળે છે જેમાં સાધુ સંતો સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે એ વાજતે-ગાજતે ભગવાનની યાત્રા યોજાય છે.

ત્યારબાદ ૯ કલાકે ગજરાજ પૂજન કરવામાં આવશે અને ૧૧ કલાકે મંદિર પરિસરમાં ભંડારો રાખવામાં આવશે. આવતીકાલે ભગવાન સવારે ૧૦ કલાકે સોનાવેશમાં ભકતોને દર્શન આપશે. સવારે ૧૦ઃ૩૦ કલાકે રથનું નિજ મંદિરમાં આગમન થશે. બપોરે રઃ૩૦ કલાકે કોંગ્રેસ આગેવાનો હાજર રહેશે. સાંજના ૭ઃ૦૦ કલાકે મુખ્યપ્રધાન સહિતના આગેવાનો આરતીમાં હાજર રહેશે.

દર વૃષે યાત્રા પહેલાં આ વિધિ અચૂક કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજી મોસાળથી પરત ફરશે. તેમના મંદિરમાં પ્રવેશ પહેલાં નેત્રોત્સવવિધિ કરવામાં આવે છે. રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથજી ૧પ દિવસ મોસાળમાં જાય, આ પંદર દિવસમાં તે મામાના ઘરે મીઠાઈ, કેરી અને જાંબુ વધુ આરોગે છે. જેના કારણે તેમની આંખમાં ચેપ લાગી જાય છે

એટલે કે તેમની આંખ આવી જાય છે. આ દરમિયાન તે ફરી નિજ મંદિરે પરત ફરે છે. જો કે, તેમની આંખમાં ચેપ હોવાના કારણે સોજો હોવાથી તેમને આરામ મળે માટે તેમની આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવવિધિ કહેવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.