નવી સિટ્રોન C5 એરક્રોસ SUVનું થિરુવલ્લુર પ્લાન્ટમાંથી ઉત્પાદન શરૂ
ભારતમાં સિટ્રોનએ તમિલનાડુના થિરુવલ્લુરમાં એના ઉત્પાદન પ્લાન્ટમાં પ્રથમ સિટ્રોન C5 એરક્રોસનું વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરી દીધું છે. આ ફ્લેગશિપ SUV સિટ્રોન બ્રાન્ડની ભારતીય ગ્રાહકો માટે પ્રથમ પ્રોડક્ટ છે અને આ ત્રિમાસિક ગાળામાં બજારમાં ઉતારવાની યોજના છે.
નવી સિટ્રોન C5 એરક્રોસ SUVનું દેશના વિવિધ વિસ્તારોમાં અને વિવિધ આબોહવલામાં 2.5 લાખ કિલોમીટરથી વધારે પરીક્ષણ કર્યા પછી એનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગે PCA ઓટોમોબાઇલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને PSA AVTEC પાવરટ્રેન પ્રાઇવેટ લિમિટેડનાં ચેરમેન અને સ્ટેલાન્ટિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ શ્રી ઇમ્માન્યૂઅલ ડીલેએ કહ્યું હતું કે, “અમને સિટ્રોન C5 એરક્રોસ SUVનું ઉત્પાદન શરૂ કરવાની ખુશી છે, જે બ્રાન્ડની ભારત માટે ઘણી વિવિધ પ્રોડક્ટમાં પ્રથમ હશે.
નવી સિટ્રોન C5 એરક્રોસ SUV માટે બજારમાં ઘણી આતુરતા ઊભી થઈ છે, જે ભારતમાં એના સેગમેન્ટમાં સ્ટાઇલ, કમ્ફર્ટ અને ઇનોવેશનમાં નવા માપદંડો સ્થાપિત કરશે. હું પ્લાન્ટના અમારા તમામ કર્મચારીઓને અભિનંદન આપું છું, જેમણે હાલ ચાલુ રોગચાળાના પડકારો વચ્ચે પણ આ સફળતા હાંસલ કરવા રાતદિવસ કામ કર્યું છે.
અમે લા માઇસન સિટ્રોન એટલે કે ‘ધ હોમ ઓફ સિટ્રોન’ ડિલરશિપ નેટવર્કમાં ગ્રાહકોને આવકારવા આતુર છીએ, જે થોડા અઠવાડિયાઓમાં ભારતના મુખ્ય શહેરોમાં પહોંચી જશે.”
અત્યારે દુનિયાભરમાં બ્રાન્ડની લીડરશિપનો શ્રેય એની ઓળખ સમાન “વિશિષ્ટ સુવિધા”ને જાય છે અને નવી સિટ્રોન C5 એરક્રોસ SUVમાં સિટ્રોન એડવાન્સ્ડ કમ્ફર્ટ® પ્રોગ્રામના પાંચ મુખ્ય ઉદ્દેશો ધરાવે છેઃ
1. રોડના બમ્પથી ઊભી થતી પર અસુવિધામાં રાહત આપવા ફ્લાઇંગ કાર્પેટ ઇફેક્ટ, જે માટે સિટ્રોને ખાસ પ્રોગ્રેસિવ હાઇડ્રોલિક કુશન સાથે સજ્જ સસ્પેન્શન સિસ્ટમ વિકસાવી છે.
2. અકૂસ્ટિક વિન્ડસ્ક્રીન અને ફ્રન્ટ વિન્ડો ગ્લાસીસ સાથે તનાવમુક્ત પ્રવાસની સુવિધા, મેમરી ફોમ સાથે અદ્યતન સુવિધાજનક સીટો અને 3 વ્યક્તિ માટે એડજસ્ટેબલ, રિક્લાઇનિંગ અને મોડ્યુલર રિઅર સીટ, જે ક્લાસમાં શ્રેષ્ઠ બૂટ સ્પેસ પૂરી પાડવા ફ્લેટ ફોલ્ડ થઈ શકે છે.
3. ચમકદાર અને હવાઉજાસ ધરાવતી કેબિન સાથે બહારનું વિહંગમ જીવન તથા બહારની દુનિયાને આરામથી જોવાની સુવિધા, ખાસ કરીને એના પેનોરેમિક સનરુફ (ટોપ એન્ડ વેરિઅન્ટ) સાથે
4. બોર્ડ પર જીવનને સરળ બનાવતી શ્રેષ્ઠ ટેકનોલોજીઓ, જેમાં એકથી વધારે ડ્રાઇવર સર્ફેસના વિકલ્પો સાથે વિશિષ્ટ ગ્રિપ કન્ટ્રોલ સિસ્ટમ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ સિસ્ટમ, પાર્ક આસિસ્ટ ખાસિયત, જે બ્રેક અને એક્સલરેટર કન્ટ્રોલ સાથે કારના પાર્કિંગને સક્ષમ બનાવે છે,
ત્યારે કાર એની રીતે ચોક્કસ માર્ગે આગળ વધે છે, ફૂટ ઓપરેટેડ ઇલેક્ટ્રિક ટેઇલગેટ (ટોપ એન્ડ વેરિઅન્ટ), એન્જિન સ્ટોપ એન્ડ સ્ટાર્ટ ફંક્શન, 12.3 ઇંચની ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, ફોન મિરરિંગ ફંક્શન સાથે 8 ઇંચની ઇન્ફોટેઇન્મેન્ટ ટચસ્ક્રીન, એપ કારપ્લે™ અને એન્ડ્રોઇડ ઓટો વગેરે ટેકનોલોજીકલ ખાસિયતો સામેલ છે.
5. પાવરફૂલ, શ્રેષ્ઠ 2.0 લિટર ડિઝલ એન્જિન અને વાયર કન્ટ્રોલ દ્વારા શિફ્ટ એન્ડ પાર્ક સાથે 8-સ્પીડ “અસરકારક ઓટોમેટિક ટ્રાન્સમિશન”, જે ઇંધણની અસરકારકતા અને સુવિધાજનક ડ્રાઇવિંગ પ્રદાન કરશે.
આ ઉપરાંત સિટ્રોન એડવાન્સ્ડ કમ્ફર્ટ® ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે, જે અમે ભારતમાં પૂરી પાડીએ છીએ, જેનો ઉદ્દેશ અમારા ગ્રાહકોની સુવિધા અને સુખાકારી માટે ખાસ અલગ રીતે તૈયાર કરેલા ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાનો છે તથા સમાજને અગ્રેસર કરવાનો છે.