આફતાબે શ્રદ્ધાના મર્ડરનું પ્લાનિંગ ખૂબ પહેલેથી કરી રાખ્યું હતું

શ્રધ્ધાની હત્યા બાદ આફતાબે એજ ધરમાં અન્ય યુવતી સાથે રંગરેલિયાં મનાવી-આ માટે તે ઈન્ટરનેટ પર લોકોના મર્ડરની અને પોલીસથી બચવાની રીત શોધતો હતો
નવી દિલ્હી, ૨૭ વર્ષીય શ્રદ્ધાની હત્યા કરી મૃતદેહના ૩૫ ટુકડા કરી દેનારા આફતાબ અમીન પૂનાવાલાની સતત નવી હકીકત સામે આવી રહી છે. આ વખતે જે જાણકારી સામે આવી છે તે ચોંકાવનારી છે. આફતાબે શ્રદ્ધાની હત્યા કરી મૃતદેહના ટુકડા ફ્રિજમાં સાચવીને રાખેલા હતા દરમિયાન તે અન્ય યુવતીને પણ ડેટ કરી રહ્યો હતો અને તે જ ઘરમાં તે યુવતી સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો.
પોતાને ફૂડ બ્લોગર અને સોશિયલ એક્ટિવિસ્ટ ગણાવનાર આફતાબ વિશે દિલ્હી પોલીસના અધિકારીઓનુ કહેવુ છે કે તેણે જે રીતે શ્રદ્ધાની હત્યા કરી તે ખૂબ જ દુષ્ટ રીત હતી. આફતાબે શ્રદ્ધાના મર્ડરનુ પ્લાનિંગ ખૂબ પહેલેથી કરી રાખ્યુ હતુ. આ માટે તે ઈન્ટરનેટ પર લોકોના મર્ડરની અને પોલીસથી બચવાની રીત શોધતો હતો.
ઉલ્લેખનીય છે કે કાળજું કંપાવી નાખતી મર્ડરની ઘટના નવી દિલ્હીમાં બની હતી. આફતાબ નામના યુવાન સાથે કોલ સેન્ટરમાં કામ કરતી યુવતી શ્રદ્ધાને પ્રેમ થઈ જાય છે. બંનેના ધર્મ અલગ હોવાથી શ્રદ્ધાનો પરિવાર બંનેના સંબંધનો વિરોધ કરે છે એટલે લગ્નની લાલચ આપીને આફતાબ શ્રદ્ધાને દિલ્હી લઈને આવી જાય છે.
લિવ ઈનમાં રહેવા લાગે છે. યુવતી લગ્ન કરવા વારંવાર બોયફ્રેન્ડને મનાવે છે અને એક દિવસ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની હત્યા કરી નાખે છે. ઠંડાકલેજે ગર્લફ્રેન્ડના મૃતદેહના ૩૫ ટુકડા કરી નાખે છે અને દરરોજ એક એક ટુકડો જંગલમાં રઝળતો મૂકી દે છે.