આશિષ ભાટિયાની નિવૃત્તી બાદ રાજયમાં નવા DGP કોણ? ચર્ચા શરૂ
ગાંધીનગર, ગુજરાતના પોલીસતંત્રમાં મોટા ફેરફારો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા આ મહિનાની ૩૧મી જાન્યુઆરીએ નિવૃત્ત થશે તેમ નિશ્ચિત મનાય રહ્યુ છે. ગુજરાતમાં હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે.
આ જાેતા હાલના ડીજીપી આશિષ ભાટીયાને ફરી એક્સટેન્શન મળે તેવી સંભાવના ખુબ જ ઓછી છે. આવા સંજાેગોમાં રાજ્યના નવા ડીજીપી કોણ બનશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ગુજરાતના હાલના ડીજીપી આશિષ ભાટિયા હવે નિવૃત્ત થઈ રહ્યાં છે. ગુજરાતમાં નવા ડીજીપી કોણ બનશે તેના નામોને લઈને હવે ચર્ચાઓએ જાેર પકડયુ છે.
ગુજરાત રાજ્યના સિનિયર મોસ્ટ એવા ૧૯૮૭, ૧૯૮૮ અને ૧૯૮૯ બેચના ૬ આઈપીએસના નામ ડીજીપી બનવા માટે ચર્ચાઈ રહ્યા છે અને તે અંગે અનેક અટકળો લગાવાઈ રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આ વર્ષે એપ્રિલમાં નિવૃત્ત થશે. આ પહેલાં તેમને ગુજરાત રાજ્યના ડીજીપી બનાવાય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સંજય શ્રીવાસ્તવ હાલમાં અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે.
સંજય શ્રીવાસ્તવનું નામ પણ અગ્રેસર ચર્ચાય રહ્યુ છે. આ અગાઉ આશિષ ભાટિયાને એક્સટેન્શન અપાયા છે. વર્ષ ૨૦૨૦ની જુલાઈએ ડીજીપી બનેલાં આશિષ ભાટિયા બે વખત એક્સટેન્શન મેળવ્યાં પછી આગામી ૩૧ જાન્યુઆરીએ નિવૃત્ત થશે. ગુજરાત સરકાર માટે નવા ડીજીપીની પસંદગી આસાન રહેવાની નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતના નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ સિવાય કરવાલ, તોમર અને વિકસ સહાયના નામની પણ ચર્ચા થઈ રહી છે.