Western Times News

Gujarati News

મિત્ર એડયુકેશન ઇન્સ્ટિટ્યૂટની નવી ભવ્ય ઓફિસ સુવિધાનું ઉદ્ઘાટન

મિત્ર એડયુકેશન ઇન્સ્ટિટ્યૂટ એવિએશન, કલિનરી આર્ટ, એક્ટિંગ, ડાન્સિંગ, એસપીએ મેનેજમેન્ટ, બ્યુટિશિયન, મોડલિંગ, સ્પોકન ઇંગ્લિશ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગ ક્ષેત્રમાં ટ્રેનીંગ આપી રહી છે. 

અમદાવાદ, મિત્ર એડયુકેશન ઇન્સ્ટિટ્યૂટ કે જે છેલ્લા 15 વર્ષથી વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરી રહી છે અને જે તેમને તે સપનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે જરૂરી કૌશલ્ય સેટ્સથી સજ્જ કરી રહી છે, આજે તેના નવી ઈન્સ્ટિટ્યૂટની ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

New Grand Office facility of Mitra Education Institute inaugurated

આ નવી ઓફિસનું અનાવરણ 7મા માળે, 703, સન ગ્રેવિટાસ, શ્યામલ ચાર રસ્તા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. મિત્ર એડયુકેશન ઇન્સ્ટિટ્યૂટને શૈક્ષણિક અને વ્યક્તિગત સફળતા સુનિશ્ચિત કરવા માટે એક સુસંગત, ઉચ્ચ ગુણવત્તાવાળી અને યોગ્ય શૈક્ષણિક સલાહ, દેખરેખ, માર્ગદર્શન, પાલનપોષણ અને કોચિંગ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

નવી ઓફિસનું ઉદ્ઘાટન કરતી વખતે, વાઇબ્રન્ટ વુમન આંત્રપ્રિન્યોર અને મિત્ર એડયુકેશન ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ડાયરેક્ટર, શ્રીમતી વાચિકા શેલતે શેર કર્યું, “યુવાનોના માર્ગદર્શન કરવું એ મારો બાળપણનો શોખ રહ્યો છે. મને બાળપણથી શિક્ષકની ભૂમિકા ભજવવાનું હંમેશા ગમ્યું છે.

આ સોફ્ટ સ્કિલને મારી કારકિર્દીમાં આગળ લઈ જઈને મેં આધુનિક અને સમકાલીન શિક્ષણ જેવા કે સોશિયલ મીડિયા, ડિજિટલ માર્કેટિંગથી માંડીને ગણિત, ભાષાઓ, પેઇન્ટિંગ, પેપર ક્રાફ્ટ અને ઘણું બધું જેવા પરંપરાગત જ્ઞાન સુધીના કૌશલ્યોને આત્મસાત કરવાનું શીખ્યા છે.”

“મારી પાસે MBA, MCOM ડબલ માસ્ટર્સની ડિગ્રીના  સાથે સાથે એચઆરમાં ડિપ્લોમા છે જે શિક્ષણમાં મારો વિશ્વાસ ને સાબિત કરે છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી જેવી ભાષાઓ પર પ્રાવીણ્ય સાથે મૌખિક સંચાર અને શોપિંગ મોલ માર્કેટિંગ પ્રવૃત્તિઓનું સંચાલન, લાઇવ શો હોસ્ટ કરવા, કોર્પોરેટ અને મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવાનો અનુભવ મને આવા કાર્યોમાં આગેવાની લેવા માટે એક આત્મવિશ્વાસુ મહિલા વ્યાવસાયિક બનાવે છે,” વાચિકા એ વધુમાં જણાવ્યું.

શ્રીમતી વાચિકા એ આગળ ઉમેર્યું હતું કે, “હાલમાં G20 નેતૃત્વની જવાબદારીઓ આપણા મહાન રાષ્ટ્રને સોંપવામાં આવી છે, અને મને લાગે છે કે મહિલા સાહસિકો માટે આગળ આવવાનો સમય હવે આવી ગયો છે. મને એમ પણ લાગે છે કે અમારી ગર્લ ચાઈલ્ડના કારકિર્દીની અમર્યાદ તકો શોધવાનો સમય આવી ગયો છે.

આપણા સમાજમાં મહિલાઓ પરિવર્તન ઉત્પ્રેરક છે એ મારુ દ્રઢ વિશ્વાસ છે અને આ ભાવના મને એમને માર્ગદર્શન આપવા માટે વધુ સખત મહેનત કરવા માટેનો  બૂસ્ટર ડોઝ આપે છે. મારી રુચિના મુખ્ય ક્ષેત્રો કૌશલ્ય વિકાસમાં મહિલાઓને માર્ગદર્શન આપવા માટેનું છે. વુમન એમ્પાવરમેન્ટ એ આજના સમય માટે એક બઝ શબ્દ છે અને આવનારી પેઢીઓ સુધી એનું મહત્તવ વધતું રહેશે. મારી ભાવનાત્મક બુદ્ધિ મને આઉટપુટ અને પ્રદર્શનના વિવિધ સ્તરે મદદ કરે છે,”.

આજે મિત્ર એડયુકેશન ઇન્સ્ટિટ્યૂટે એવિએશન, કલિનરી આર્ટ, એક્ટિંગ, ડાન્સિંગ, એસપીએ મેનેજમેન્ટ, બ્યુટિશિયન, મોડલિંગ, સ્પોકન ઇંગ્લિશ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગ ક્ષેત્રે તેના અભ્યાસક્રમો અને MBA/BBA જેવા મેનેજમેન્ટ કોર્સની કોર્પોરેટ વર્લ્ડ અને ઇન્ડસ્ટ્રીઝમાં 100% ખાતરીપૂર્વકની પ્લેસમેન્ટ તકો સાથે ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.