શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમેરિકાના ન્યુ જર્સી ખાતે ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી
અમદાવાદ, “સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્વ” અંતર્ગત અમેરિકાના ન્યુ જર્સી ખાતેના લિબર્ટી સ્ટેટ પાર્ક, ફ્લેગ પ્લાઝા ખાતે ભારતની આઝાદીના અમૃત મહોત્વની ભવ્ય ઉજવણી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી
સ્વામીજી મહારાજના અધ્યક્ષ સ્થાને યુ.એસ.એ. મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અસ્થિ કળશની
પુષ્પાજંલી માટે ગવર્નર ફીલ મર્ફી, કોંગ્રેસમેન બિલ પાસક્રેલ અને લિબર્ટી પાર્કના પ્રતિનિધિઓ સાથે વરિષ્ઠ સંત મંડળ તથા હરિભક્તો પણ મોટા સમુદાયમાં ઉપસ્થિત રહ્યા હતાં.
અસ્થિ કળશનું ન્યુ યોર્ક સિટી સ્કાયલાઇન અને ન્યૂ જર્સી ગોલ્ડન કોસ્ટની પૃષ્ઠભૂમિ સાથે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પાસે હડસન નદીમાં વિસર્જન કરાયું હતું. શાંતિના પ્રતિક અને પ્રેમનાં સંદેશા માટે સુંદર સફેદ કબૂતર છોડવામાં આવ્યાં હતા.