દીકરીના જન્મ બાદ ન્યૂ મોમ આલિયાએ શેર કરી તસવીર

મુંબઈ, આલિયા ભટ્ટ બોલિવુડ ઈન્ડસ્ટ્રીની ન્યૂ મોમ છે. ૬ નવેમ્બરના રોજ રણબીર કપૂર અને તેના ઘરે દીકરીનો જન્મ થયો હતો. આ દિવસોમાં બંને ખાસ કરીને એક્ટ્રેસ પેરેન્ટ્સ ડ્યૂટી નિભાવવામાં વ્યસ્ત જાેવા મળી રહી છે.
જાે કે, તેને હવે પોતાના માટે થોડો સમય મળી ગયો હોય તેમ લાગી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આલિયાએ તે કોઈ ગરમ પીણું પીતી હોય તેવી તસવીર શેર કરી છે. તેમાં તેનો કપ ફોકસમાં છે, જેના પર ‘મમ્મા’ લખ્યું છે જ્યારે તેનો ચહેરો બ્લર છે.
કમ્ફર્ટેબલ લૂકમાં તે પીણું એન્જાેય કરી છે. આ સાથે તેણે લખ્યું છે ‘તે હું છું’. વીડિયો પર કોમેન્ટ કરતાં ઝોયા અખ્તરે બ્લેક હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યું છે, તો મમ્મી સોની રાઝદાને લખ્યું છે ‘બેબી’. આ સિવાય ટાઈગર શ્રોફે તેને ‘ક્યૂટી’ કહી છે. તો ટીવી એક્ટ્રેસ દીપિકા સિંહ અને તસનીમ નેરુરકરે રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે. આ સિવાય એકે મા-દીકરી બંનેના ખબર અંતર પૂછતાં લખ્યું છે ‘તારી દીકરી કેવી છે.
આશા રાખું છું કે તમે બંને સ્વસ્થ હશો?’. તો કેટલાક યૂઝરે તેની દીકરીનો ચહેરો દેખાડવા અથવા તો નામ જણાવવા માટેની વિનંતી કરી છે. એકે લખ્યું છે ‘ભલે તેનો ચહેરો ન જાેવા મળે, પરંતુ તેની નાની આંગળીઓ, નાના હાથ કે પગ દેખાડશો તેવી આશા’.
એકે રણબીર કપૂરનો દીકરી સાથેનો ફોટો શેર કરવા કહ્યું છે. ૬ નવેમ્બરના રોજ દીકરીના જન્મ બાદ તરત જ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગુડન્યૂઝ શેર કર્યા હતા. તેણે લખ્યું હતું ‘અમારી દીકરી આવી ગઈ છે. તે જાદુઈ છે. અમારું દિલ પ્રેમથી ઊભરાઈ રહ્યું છે.
અમે તેના મોહપાશમાં જકડાયેલા પેરેન્ટ્સ છીએ. પ્રેમ પ્રેમ અને પ્રેમ- આલિયા અને રણબીર’. જણાવી દઈએ કે, પાંચ વર્ષના રિલેશન બાદ આલિયા અને રણબીરે એપ્રિલ, ૨૦૨૨માં લગ્ન કર્યા હતા અને બે મહિના બાદ ખુશખબર સંભળાવી હતી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં રણવીર સિંહ સાથે જાેવા મળશે, જેમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ ૨૮ એપ્રિલ, ૨૦૨૩માં રિલીઝ થવાની છે, જેની જાહેરાત ટીમે બે દિવસ પહેલા જ કરી હતી. આ સિવાય તે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે.
તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે, જેમાં કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. બીજી તરફ, રણબીર કપૂર ફિલ્મ ‘એનિમલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની ઓપોઝિટમાં રશ્મિકા મંદાના છે.SS1MS