ધ ક્લાઇમેટ પ્લેજે ભારતમાં EVના વપરાશને વેગ આપવા ભાગીદારીવાળા ચાર્જિંગ સ્ટેશન્સનું નવું નેટવર્ક શરૂ કર્યું
પ્લેજ દ્વારા સમર્થિત આ પહેલ પર સહી કરનારામાં એમેઝોન, મહિન્દ્રા લોજીસ્ટિક્સ, ઉબર, એચસીએલટેક, ગ્રીનકો, ડેલોઇટ્ટ તેમજ ઉદ્યોગ પાર્ટનર્સ કાઝમ અને મજેન્ટા મોબિલિટી છે. ભાગીદારીવાળા ચાર્જિગ સ્ટેશન્સ રિન્યુએબલ એનર્જીથી સંચાલિત છે અને 2030 સુધીમાં બેંગાલુરુમાં 5,500 વાહનોને સેવા પૂરી પાડશે.
બેંગાલુરુ, ભારત, – 16 સપ્ટેમ્બર, 2024 –ધ ક્લાઇમેટ પ્લેજે આજે સહિયારી કામગીરી માટેના નવા પ્રોજેક્ટ – JOULE (જોઇન્ટ ઓપરેશન યુનિફાઇંગ લાસ્ટ-માઇલ ઇલેક્ટ્રિફિકેશન)ની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ ભારતના બેંગાલુરુમાં તેના પર હસ્તાક્ષર કરનારા અને ઉદ્યોગ પાર્ટનર્સ ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)માં ભાગીદારીવાળા ચાર્જિંગ સ્ટેશન્સનું નેટવર્ક ઊભું કરશે. એમેઝોન અને ગ્લોબલ ઓપ્ટિમિઝમ દ્વારા 2019માં સ્થાપિત ધ ક્લાઇમેટ પ્લેજ પેરિસ સંધિ પહેલા જ 2040 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન માટે કટિબદ્ધ છે. New Network of Shared Charging Stations in Bangalore Launched by The Climate Pledge to Accelerate EV Adoption in India
પ્લેજ પર હસ્તાક્ષર કરનારા 2030 સુધીમાં ભેગા મળીને 2.65 મિલિયન ડૉલરનું મૂડીરોકાણ કરશે. એમેઝોન, મહિન્દ્રા લોજીસ્ટિક્સ, ઉબર, એચસીએલટેક અને મજેન્ટા મોબિલિટી સાથે મળીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બરાબર ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા અને ઇવી કાફલાની જરૂરિયાતોનો સમન્વય કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો યોગ્ય ઉપયોગ થાય તેનું ધ્યાન રાખશે. ભારત-સ્થિત ઇવી ચાર્જિંગ પ્લેટફોર્મ અને ઉદ્યોગ પાર્ટનર કાઝમ ભાગીદારીવાળા ચાર્જિંગ સ્ટેશન્સનું નેટવર્ક ઊભું કરશે. પ્રોજેક્ટને રિન્યુએબલ એનર્જી પૂરી પાડતી કંપની ગ્રીનકો અને સ્ટ્રેટેજીક કન્સલ્ટિંગ પાર્ટનર ડેલોઇટ્ટનું સમર્થન પણ છે.
“2030 સુધીમાં ત્રિ-ચક્રી વાહનો, કેબ સર્વિસિઝ અને કોર્પોરેટ્સના વાહનોને 100 ટકા ઇવી દ્વારા ચાલતા કરવાના બેંગાલુરુના લક્ષ્ય સહિત ભારતના ઇવી તરફના પ્રયાસને ટેકો આપવાની સહભાગીદારીવાળી પહેલ શરૂ કરવાનો, પ્લેજ પર હસ્તાક્ષર કરનારા સહિત, અમને ગર્વ છે,” એમ ધ ક્લાઇમેટ પ્લેજના ગ્લોબલ લીડર સેલી ફાઉટ્સે જણાવ્યું હતું. “ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વધારે વપરાશ માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સબંધિત વર્તમાન પડકારોનો સામનો કરવાની સાથે આ પ્રોજેક્ટ કોર્પોરેટ ક્લાઇમેટ ભાગીદારીના નવા માપદંડ પણ સ્થાપી રહી છે.”
આ પ્રોજેક્ટના ભાગરૂપે ડોડ્ડાકાલ્લાસાન્દ્રા ખાતેનું પ્રથમ ઇવી ચાર્જિગ સ્ટેશન આજની સ્થિતિએ કાર્યરત્ છે. પ્રોજેક્ટ હેઠળ ચાલુ વર્ષે બેંગાલુરુમાં પાંચ નવા ચાર્જિગ સ્ટેશન ચાલુ કરવાનો લક્ષ્ય છે. આ ઉપરાંત ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી માંગને પહોંચી વળવા વધુ વિસ્તરણનું પણ આયોજન છે. પ્રોજેક્ટ બેંગાલુરુમાં 2030 સુધીમાં (અનુમાનિત માંગ પ્રમાણે) 5,500 વાહનોને સેવા પૂરી પાડવાનું આયોજન ધરાવે છે, તેની પૂર્ણ ક્ષમતાએ 9,500 વાહનોને સેવા પૂરી પાડવામાં આવશે. આ સુવિધાનો સંપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવા દિવસ દરમિયાન અન્ય કંપનીઓને પણ તેમના કાફલાનું ચાર્જિગ કરવા દેવામાં આવશે.
ચાર્જિંગ સ્ટેશન દ્વારા વપરાતી તમામ વીજળી (22,700 મેગાવોટ-અર્સ પાવર) 100 ટકા રિન્યુએબલ એનર્જી દ્વારા પૂરી પાડવામાં આવશે. 2030 સુધીમાં રિન્યુએબલ ઊર્જાની આ ક્ષમતા 6.2 મેગાવોટ રહેવાનો અંદાજ છે. આ જ વર્ષ સુધીમાં પ્રોજેક્ટ હેઠળ 11.2 મિલિયન લિટર ઇંધણની બચત થશે અને અંદાજીત 25,700 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન રોકી શકાશે. વાહનજન્ય ઉત્સર્જન રોકવા ઉપરાંત પ્રોજેક્ટ 2024 અને 2030ની વચ્ચે બેંગાલુરુમાં 185 પૂર્ણ-કાલિન નોકરીઓ પણ ઊભી કરશે.
“બેંગાલુરુમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન્સનું સહિયારું નેટવર્ક ઊભું કરવું એ ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધારવાના રાષ્ટ્રીય લક્ષ તરફનું એક પગલું છે. ધ ક્લાઇમેટ પ્લેજની આગેવાનીવાળા નવીન સહિયારા પ્રયાસને અમારો ટેકો છે,” તેમ કર્ણાટક સરકારના ઉદ્યોગ કમિશ્નર અને આઇએએસ ઓફિસર ગુંજન ક્રિષ્નાએ જણાવ્યું હતું. “આ પહેલથી ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે સુલભ તો બનશે જ, સાથેસાથે ભારતના વધુ ટકાઉ ભવિષ્ય તરફના પ્રયાણને દોરતા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપની તાકાત પણ જોવા મળે છે.”
ડેલોઇટ્ટના શ્વેતપત્ર પ્રમાણે ભારતે તેના લક્ષ્ય મુજબ વર્ષ 2030 સુધીમાં વેચાતા કુલ વાહનોનો 30 ટકા હિસ્સો ઇવીનો રાખવો હોય તો દેશે 20 વાહનો દીઠ એક સ્ટેશનનો રેશિયો જાળવી રાખવો પડશે. એક સ્ટેશન દીઠ 135 વાહનોનો અત્યારનો રેશિયો લક્ષ્ય કરતા ઘણો નીચો છે અને ઇવી તરફ દેશના પ્રયાણમાં અડચણરૂપ છે. ઇવી ચાર્જિગ સ્ટેશનની અછત, વપરાશ દરમાં અનિશ્ચિતતા, રેન્જ અંગેની મુંઝવણ, ઊંચા મૂડી ખર્ચના કારણે વેપારી ધોરણે ચાર્જિગ સ્ટેશન તૈયાર કરવામાં દુવિધા, અને આ માટે પ્રાપ્ત લાભો પ્રત્યે જાગૃતિના અભાવ સંભવિત ઇવી ખરીદારો માટે ચિંતાના વિષય રહ્યાં છે.
આ સંયુક્ત ભાગીદારી અગ્રતાના ધોરણે સુલભતા, સિક્યોરિટી સેવાઓ, જરૂરી સુવિધાઓ અને કોર્પોરેટ ગ્રાહકો માટે ખાસ પાર્કિંગ સ્લોટ પૂરા પાડી શકે તેવા ખાસ ચાર્જિંગ સ્ટેશન્સ ઊભા કરીને પડકારોના સમાધાન શોધી રહી છે. માંગ અને પુરવઠા ક્ષેત્રની કંપનીઓને સાથે લાવીને અને વપરાશની માંગ એકીકૃત કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ટરના વપરાશના દરમાં એક પ્રકારની ખાતરી લાવી રહી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ટર ઊભું કરવામાં નાણાંકીય સદ્ધરતા પ્રદાન કરી રહી છે.
“ભારતનું માર્ગ પરિવહન ક્ષેત્ર હજું પણ પેટ્રોલ અને ડીઝલ પર આધાર રાખી રહ્યું છે. આ ઇંધણથી પ્રદુષણ તેમજ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનની સમસ્યા વકરે છે. પણ આમાં આશાનું કિરણ દેખાય છે – અત્યારે ભારતમાં ઇવીનો વપરાશ અન્ય દેશોની સરખામણીએ નીચો છે અને 2030 સુધીમાં એ વિશ્વમાં ઇવીના સૌથી મોટા બજાર પૈકીનું એક બને તેમ છે,” એમ શૈલેષ ત્યાગી, પાર્ટનર ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબિલિટી લીડર, ડેલોઇટ્ટ સાઉથ એશિયાએ જણાવ્યું હતું. “વિવિધ ક્ષેત્રોની કંપનીઓને સાથે લાવીને આ પહેલ ઇવી ચાર્જિગ માટે વધું ટકાઉ અને કાર્યક્ષમ માળખું બનાવવામાં અને ભારતમાં ઇવીના વપરાશને વેગ આપવામાં મદદ કરી રહી છે.”
“કાઝમ ઇ-કૉમર્સ અને ઇલેક્ટ્રિક ફ્લીટ ઓપરેટર્સ માટે ખાસ તૈયાર કરેલા અમારા અદ્યતન ઇવી ચાર્જિંગ સોલ્યુન્સ મારફતે ધ ક્લાઇમેટ પ્લેજ અને તેના ભાગીદારોને મદદ કરવામાં ગર્વ અનુભવે છે. પ્રોજેક્ટ JOULEમાં અમારી સામેલગીરી જાહેર કરતા અમે ખૂબ ઉત્સાહિત છીએ. આ પ્રોજેક્ટ સ્વચ્છ અને વધારે ટકાઉ ભવિષ્ય તરફનું એક મહત્ત્પૂર્ણ પગલું છે. કાઝમ ખાતે અમે માનીએ છીએ કે પ્રોજેક્ટ JOULE આબોહવામાં પરિવર્તન અને હરિત પરિવહન તરફની યાત્રાના અમારા સમાન હેતુનું ચાવીરૂપ સીમાચિહ્ન છે,” એમ પારસ શાહ, સીઓઓ અને કો-ફાઉન્ડર કાઝમે જણાવ્યું હતું.
ગયા વર્ષે ધ ક્લાઇમેટ પ્લેજે લેનશિફ્ટ પહેલની જાહેરાત કરી હતી. એ અંતર્ગત સી40 શહેરોમાં ઝીરો-એમિશન ઇલેક્ટ્રિક ટ્રક્સ અને ચાર્જિગ ઇન્ફ્રાસ્ટ્ર્કચરનો વિકાસ અને તેનો અમલ શરૂ થશે. આમાં ભારત અને લેટિન અમેરિકાના મુખ્ય શહેરોનો સમાવેશ થાય છે. ભારતમા લેનશિફ્ટ હેઠળ મુંબઈ, બેંગાલુરુ, દિલ્હી, અને પૂણેમાં ઇવી ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાને અને ઇવીના વપરાશને વેગ આપવામાં આવશે. એનાથી ઉત્સર્જન ઘટશે, હવા સ્વચ્છ થશે અને નવી નોકરીઓનું સર્જન થશે.