ઓસ્કાર એકેડમીના નવા મેમ્બર્સમાં રાજામૌલિ દંપતિ, શબાનાનો સમાવેશ
મુંબઈ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત મનાતા ઓસ્કાર એવોડ્ર્સનું આયોજન એકેડમની ઓફ મોશન પિક્ચર આટ્ર્સ એન્ડ સાયન્સીસ દ્વારા કરવામાં આવે છે. જેને ટૂંકમાં એકેડમી તરીકે ઓળખવામાં આવે છે. એકેડમી દ્વારા ૨૦૨૪ના વર્ષ માટે નવા ૪૮૭ મેમ્બર્સનો સમાવેશ કરાયો છે.
આ મેમ્બર્સમાં ભારતીયોને મહત્ત્વ અપાયું છે, જેના કારણે નવા મેમ્બર્સમાં રાજામૌલિ દંપતિ, શબાના આઝમી સહિત ટેલેન્ટેડ ભારતીયોનો સમાવેશ થાય છે. એકેડમીએ શેર કરલા સ્ટેટમેન્ટ મુજબ, થીયેટ્રિકલ મોશન પિક્ચર્સ ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરનારા આર્ટિસ્ટ અને એક્ઝિક્યુટિવ્સનો મેમ્બર્સ તરીકે સમાવેશ કરાયો છે.
પ્રોફેશનલ ક્વોલિફિકેશન અને વર્તમાન કામગીરી અને યોગદન સહિતના પાસાઓને ધ્યાને રખાયા છે. લોસ એન્જેલસ સ્થિત એકેડમીએ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સિનેમાનાં દિગ્ગજ એક્ટ્રેસ શબાના આઝમીને એક્ટર્સ બ્રાન્ચમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.
શબાનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૫૦ વર્ષ પૂરાં કર્યા છે, તેમાં શ્યામ બેનેગલની ફિલ્મ અંકુરથી ૧૯૭૪માં કરિયર શરૂ કરી હતી. ગોડમધર, અર્થર, ઈન કસ્ટડી સહિત અનેક યાદગાર ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. શબાનાએ ૧૪૦ હિન્દી ફિલ્મ અને ૧૨ ઈન્ટરનેશનલ પ્રોડક્શનમાં રોલ કર્યાં છે.
‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ‘કેસરી’ના ડાયરેક્ટર શીતલ શર્મા અને ‘ટુ કિલ અ ટાઈગર’ના ડાયરેક્ટર નિશા પાહુજાને રાજામૌલિના સેક્શનમાં આમંત્રિત કરાયાં છે. ડોક્યુમેન્ટ્રી ફિલ્મ મેકર હેમલ ત્રિવેદીને પણ મેમ્બર તરીકે સ્થાન મળ્યું છે.
એકેડમી મેમ્બર્સમાં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક જાણીતાં નામોનો સમાવેશ થયેલો છે. જેમાં એ.આર. રહેમાન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, કાજોલ, સુરિયા, વિદ્યા બાલન, આમિર ખાન, સલમાન ખાન, અલી ફઝલ, આદિત્ય ચોપરા, ગુનીત મોંગા, રીમા કાગતી, એકતા કપૂર અને શોભા કપૂર પહેલાથી એકેડમીના મેમ્બર્સ છે.SS1MS