યુએઈમાં નવો પર્સનલ લા અમલી હિન્દુઓ સહિત બિન-મુસ્લિમોને રાહત

દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં પર્સનલ લામાં લાગુ કરવામાં આવેલા ફેરફારો અમલમાં આવ્યા છે. આમાં લગ્ન, મિલકત વગેરે જેવા પર્સનલ લાનો સમાવેશ થાય છે. લગ્ન, છૂટાછેડા, વારસો અને બાળકોની કસ્ટડી જેવા મામલાઓમાં બિન-મુસ્લિમ સ્થળાંતર કરનારાઓ અને સ્થાનિક નાગરિકોને રાહત અને સમાનતા આપવામાં આવી છે.
ખાસ કરીને જે લોકો મુસ્લિમ નથી એટલે કે હિન્દુ, ખ્રિસ્તી અથવા અન્ય બિન-મુસ્લિમ અને યુએઈમાં રહે છે, તેમને તેમની પરંપરાઓ અને માન્યતાઓ સાથે રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મહિલાઓના અધિકારોમાં વધારો કરવામાં આવ્યો છે.
યુએઈમાં પસાર થયેલો કોઈપણ કાયદો અહીંના દરેક નાગરિક અને રહેવાસીને લાગુ પડે છે. પરંતુ આ નવા કાયદામાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સહિત અન્ય તમામ બિન-મુસ્લિમ લોકોને તેમના દેશના કાયદા અથવા તેમની માન્યતાઓ અનુસાર અન્ય વિકલ્પો પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
જો કોઈ વ્યક્તિ આંતર-ધર્મ લગ્ન કરે છે,એટલે કે યુએઈના કોઈ પુરુષે બીજા ધર્મની સ્ત્રી સાથે લગ્ન કર્યા છે, તો આ કાયદો તેમના પર પણ લાગુ પડશે.જેમની પાસે યુએઈની નાગરિકતા છે પરંતુ તેઓ મુસ્લિમ નથી પરંતુ ખ્રિસ્તી, હિન્દુ કે અન્ય કોઈ ધર્મના છે, તેઓ આ કાયદાને બદલે તેમના અંગત કાયદા અથવા તેમના દેશના નિયમોનું પાલન કરી શકે છે.
આ ઉપરાંત, આ બિન-મુસ્લિમ નાગરિકો યુએઈના કાયદા હેઠળ માન્ય કોઈપણ અન્ય વિકલ્પ પણ પસંદ કરી શકે છે. જો આ લોકો તેમની માન્યતાઓ અનુસાર કોઈ વિકલ્પ પસંદ નહીં કરે તો આવી સ્થિતિમાં યુએઈનો સમાન કાયદો લાગુ પડશે.SS1MS