ગ્રાહકોને ટોલ ચાર્જમાં વાજબી રાહત આપતી નવી નીતિ ટૂંકમાંઃ ગડકરી

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે પર ટોલ ચાર્જના નિયમોમાં સુધારા કરવાની સાથે નવી ટોલ નીતિ જાહેર કરવા તૈયારી હાથ ધરી છે.
કેન્દ્રિય માર્ગ-પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, હાઈવે પર ૬૦ કિમી પહેલા ક્યાંય પણ ટોલ બૂથ ન આવે તેવું આયોજન કરવામાં આવશે. એકંદરે નવી નીતિથી વપરાશકારોને ઘણી રાહત મળશે. રાજ્યસભામાં કેન્દ્રિય મંત્રી ગડકરીએ કહ્યું હતું કે, રોડ ઈન્ળાસ્ટ્રક્ચરના નિર્માણ માટે સરકાર અતિશય ખર્ચ કરી રહી છે અને તેથી ચાર્જ લેવા અનિવાર્ય છે.
સારા રોડ જોઈતા હોય તો તેના માટે તમારે ચૂકવણું કરવું પડશે, આ નીતિ પર વિભાગ અડગ છે. આસામમાં શ્૩ લાખ કરોડનો ખર્ચ કરવાની સરકારની યોજના છે. નવા રોડ બનાવવા માટેનું ફંડ બજારમાંથી ઊભું કરવામાં આવે છે અને ટોલ વગર આ ફંડ ઊભું કરવાનું શ્કય નથી. આમ છતાં વપરાશકારો પર વધારે બોજ ના પડે તેનું ધ્યાન રખાય છે. ગડકરીએ કહ્યું હતું કે, ટોલ માત્ર ફોર લેન પર લેવાય છે.
બે લેનના રસ્તા પર ટોલ લેવાતો નથી. ટોલ પ્લાઝા સંદર્ભે ૨૦૦૮માં બનેલા નિયમો અંતર્ગત નેશનલ હાઈવે પર એક જ દિશામાં ૬૦ કિમી સુધી બીજું ટોલબૂથ હોવું જોઈએ નહીં. આ નિયમનું કેટલાક સ્થળે પાલન નહીં થતું હોવાનું ગડકરીએ સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે, નવી ટોલ પોલિસીમાં આ સમસ્યા દૂર થઈ જશે.
નવી ટોલ નીતિથી વપરાશકારોને ઘણી રાહત મળશે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ભારતમાં શ્૬૪,૮૦૯.૮૬ કરોડનું કુલ ટોલ કલેક્શન થયું હતું.
આગામી છ મહિનામાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમત અને પેટ્રોલથી ચાલતાં વાહનોની કિંમત સરખી થઈ જશે તેમ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતુ્ં. તેમણે જણાવ્યું હતું કે સરકારની નીતિ આયાત ઘટાડવાની સાથે જ ખર્ચઅસકારક અને પ્રદૂષણ મુક્ત સ્વદેશી ઉત્પાદનને વેગ આપવાની છે.SS1MS