Nikki Yadav Case: નિક્કી મર્ડર કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે
નવી દિલ્હી, નિક્કી યાદવ મર્ડર કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. મુખ્ય આરોપી સાહિલ ગેહલોત, જે તેનો લિવ-ઈન પાર્ટનર હતો, તે સહિત કુલ છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સાહિલના પિતા, તેના બે પિતરાઈ ભાઈ અને બે મિત્રોનો સમાવેશ થાય છે. પાંચેય શખ્સોએ સાહિલને ન માત્ર હત્યાનું કાવતરું રચવામાં પરંતુ લાશ છુપાવવામાં પણ મદદ કરી હતી.
તમામ પોલીસ રિમાન્ડમાં છે અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ કડક પૂછપરછ કરી રહ્યા છે, જેથી કોર્ટમાં તેમની સામે ફૂલપ્રૂફ ચાર્જશીટ દાખલ કરી શકાય. આ દરમિયાન સાહિલના પિતા વીરેન્દ્ર સિંહને લઈને એક નવી વાત સામે આવી છે.
New revelations are being made every day in the Nikki murder case
સાહિલના પિતાની ૨૫ વર્ષ પહેલા વર્ષ ૧૯૯૭માં એક મર્ડર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં ઘણા વર્ષો સુધી સુનાવણી ચાલી હતી અને તેને દોષી જાહેર કરવામાં આવ્યો હતો. જાે કે, તેણે આ ર્નિણયને પડકાર્યો હતો અને બાદમાં નિર્દોષ જાહેર થયો હતો. સાહિલનો પિતા વીરેન્દ્ર ૨૫ વર્ષ પહેલા ૧૯૯૭માં એક મર્ડર કેસનો આરોપી હતો.
સાહિલના પિતાને પોલીસે મર્ડરના થોડા જ દિવસની અંદર ઝડપી લીધો હતો. હત્યા બાદ તે ગામ છોડીને ભાગી ગયો હોવાનો આરોપ હતો. આ મામલે ઘણા વર્ષો સુધી સુનાવણી ચાલી હતી અને સાહિલનો પિતા દોષી પણ સાબિત થયો હતો. જાે કે, તેણે કોર્ટના ચૂકાદાને પડકારતા કેસ ફરીથી ચાલ્યો હચો અને તેને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકાયો હતો.
હાલ તો દિલ્હી પોલીસે નિક્કી યાદવનાં ઝડપાયેલા તમામની પૂછપરછ કરી રહી છે. તેમના ફોનની કોલ ડિટેલ્સ રેકોર્ડ પણ મેળવ્યા છે, જે બાદ વધુ કેટલાક લોકો શંકા હેઠળ આવ્યા છે. તેમની પણ પૂછપરછ કરવામાં આવશે અને આગામી સમયમાં વધુ કેટલાકની ધરપકડ થાય તેવી શક્યતા છે. ૨૦૧૮માં મુલાકાત થયા બાદ પ્રેમ થતાં નિક્કી અને સાહિલ ગ્રેટર નોઈડામાં લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા.
તેમણે ઓક્ટોબર ૨૦૨૦માં આવેલા એક મંદિરમાં આર્ય સમાજ વિધિથી લગ્ન કર્યા હતા. પોલીસે તપાસ કરતાં લગ્નનું સર્ટિફિકેટ પણ મળી આવ્યું હતું. સાહિલનો પરિવાર આ વિશે જાણતો હતો અને તેથી નારાજ હતો. બીજી તરફ નિક્કીના પરિવારમાં માત્ર તેની નાની બહેન જ આ વિશે જાણતી હતી.SS1MS