યુવકે પોતાની સૂઝબુઝથી પેસેન્જર રિક્ષાને બનાવી ડિઝાઇનર કાર
કોઇપણ કામ કરવું જેટલું મહત્વપૂર્ણ નથી તેનાથી વધુ ખાસ વાત એ હોય છે કે તે કામને ઓછા ખર્ચ અને ઓછા સાધનો વડે સંપૂર્ણ કરવું. જો કે હાથવગા સાધનોના ઉપયોગથી કાંઇ નવીન કરવાની કળામાં દુનિયામાં સૌથી વધુ માહિર ભારતીયો છે. આ પ્રકારના એક અનોખા જુગાડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જેમાં એક વ્યકિતએ પોતાની સૂઝબુઝથી પેસેન્જર રિક્ષાને ખુબસુરત ડિઝાઇનર કારમાં બદલી છે. આ નાવીન્ય એંગલને લોકો બિરદાવી રહ્યા છે. આ વિડીયોને ટવિટર યુઝર આવિષ્કાર નાઇકે પોસ્ટ કર્યો હતો.
If Vijay Mallya had to design a low cost 3 wheeler taxi @NaikAvishkar pic.twitter.com/q3pTGEV6xL
— Harsh Goenka (@hvgoenka) February 4, 2023
જેની કેપ્શનમાં લખ્યું હતું કે, નવી રિક્ષા ડિઝાઇન. જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ પણ આ વિડીયો શેર કર્યો હતો. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. પ૮ સેકન્ડના આ વિડીયોમાં એક ઓટો રિક્ષા જોવા મળે છે. જેને ખૂબ કાળજીપૂર્વક લકઝરી કારમાં પરિવર્તિત કરવામાં આવી છે.
રિક્ષાના પાછળના ભાગમાં એકસ્ટ્રા સીટ પણ જોડવામાં આવી છે. આ કાર ચોતરફથી ખુલ્લી જોવા મળે છે.દૂરથી ઓટો રિક્ષા પ્રિમીયમ અને લકઝરીયસ દેખાય છે. આ નવા જુગાડને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે અને કળાકારની કારીગરીને અભિનંદન પાઠવી રહ્યા છે.