Western Times News

Gujarati News

અમદાવાદમાં 28 વિસ્તારોમાં 223 કરોડના ખર્ચથી નવા રોડ બનશે

પ્રતિકાત્મક

(ર્દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજયની આઠ મહાનગર પાલિકામાં રોડ બનાવવા માટે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ગ્રાંટ આપવામાં આવી છે જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂા.૧૮પ કરોડની ગ્રાંટ ફાળવવામાં આવી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સદર રકમમાંથી ર૮ સ્થળે રોડ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે જેના માટે રૂા.રર૦ કરોડ કરતા વધુ ખર્ચ થવાનો અંદાજ છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં ડામરના પાકા રોડ બનાવવા માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂા.૧૮પ.૩૦ કરોડની ગ્રાંટ આપવામાં આવી છે જે રકમમાંથી શહેરના રાયપુર, ચમનપુરા, શાહીબાગ, મણિનગર, નારોલ, બહેરામપુરા, બાપુનગર, વસ્ત્રાલ, સરદારનગર, નહેરૂનગર, રામોલ સહિતના વિસ્તારોમાં પાકા રોડ બનાવવામાં આવશે.

સદર રકમમાંથી નારોલ ટર્નિગથી સદાની ધાબી સુધી રૂા.૧૪ કરોડ અને કર્ણાવતી ચોકડીથી એસ.પી. રીંગ રોડ સુધી રૂા.૧પ કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજય સરકાર તરફથી જે ગ્રાંટ ફાળવવામાં આવી છે તેના કરતા રૂા.૪૦ કરોડ વધુ ખર્ચ થવાનો અંદાજ મનપા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે

આ રકમ અન્ય કામોની બચતમાંથી સરભર કરવામાં આવશે. રાજય સરકારે ૮ મહાનગરપાલિકાઓને શહેરની સડક યોજના અંતર્ગત રૂા.પ૦૦ કરોડની ફાળવણી કરી છે

જેમાં અમદાવાદને સૌથી વધુ રૂા.૧૮પ.૩૦ કરોડ, સુરતને રૂા.૧પ૧.રપ કરોડ, વડોદરાને રૂા.પ૬ કરોડ, રાજકોટને રૂા.૪૪.૮પ કરોડ, ભાવનગરને રૂા.ર૦.૯પ કરોડ, જામનગરને રૂા.૧૯.૮પ કરોડ, જૂનાગઢને રૂા.૧૦.૪૦ કરોડ અને ગાંધીનગરને રૂા.૧૦.૭૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.