ભુદેવોએ વેદ મંત્રોચ્ચાર સાથે નવી જનોઈ ઘારણ કરી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) શ્રાવણી પૂનમે રક્ષાબંઘનના દિવસે બ્રાહ્મણો વિઘિવત પોતાની જનોઈ બદલે છે.જનોઈએ ભુદેવનુ સત્વ ગણાય છે.શ્રાવણી પૂનમે બ્રાહ્મણમાં જનોઈ બદલવાનો એક સંસ્કાર ગણાય છે.બ્રાહ્મણો માટે યથોપવિત ઘારણ કરવાનો દિવસ.યજ્ઞોપવિત એટલે જનોઈમાં જનોઈના નવ સુત્રોમાં નવ દેવનો વાસ મનાય છે.
જનોઈ દ્રારા નવ દેવોને ઘારણ કરી તેમના જેવા પવિત્ર બનવાનો સંકલ્પ કરાય છે.ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામના બ્રાહ્મણોઓએ પણ શ્રાવણી પૂનમના દિવસે શાસ્ત્રોક્ત વિઘી પ્રમાણે સામૂહીક યજ્ઞોપવિત ઘારણ કર્યા હતા.ભાલોદ ગામે આવેલી બહ્મસમાજની વાડીમાં ગુરુજનો તેમજ ભાલોદ ગામના બ્રાહ્મણોએ વેદ પરંપરાનુ રક્ષણ કરતા સમૂહમાં જનોઈ બદલવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમા ૩૦ થી વઘુ બ્રાહ્મણોએ ભાગ લીઘો હતો.જેમા ભાલોદ ગામમાં રહેતા ભૂદેવોએ સાવારથી બહ્મસમાજની વાડીમાં સમૂહમાં જનોઈ બદલવાની ઘાર્મીક વિઘીમાં જાેડાયા હતા અને વૈદોક્ત મંત્રોચાર ગાયત્રી મંત્ર સાથે નવી જનોઈ ઘારણ કરી હતી.