Western Times News

Gujarati News

સિદ્ધૂ મૂસેવાલાની હત્યાના ૨૫ દિવસ પછી રિલીઝ થયું તેનું નવું ગીત

મુંબઈ, પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા આજે આ દુનિયામાં નથી પણ તે પોતાના ગીતોના માધ્યમથી હંમેશાં ફેન્સના દિલમાં રહેશે. સિદ્ધૂ મૂસેવાલાનો નવો મ્યુઝિક વિડીયો ગુરુવારે સાંજે રિલીઝ કરાયો છે. જેનું ટાઈટલ છે જીરૂન્. આ ગીત સિદ્ધૂ મૂસેવાલાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરાયું છે.

New song released 25 days after the murder of Sidhu Musewala

આ વિડીયોને માત્ર અડધો જ કલાકમાં ૧ મિલિયન કરતા પણ વધારે વ્યુ મળ્યા છે. આ ગીતમાં સતલુજ યમુના લિંક નહેર મુદ્દો, નદીના પાણી પર પંજાબનો અધિકાર અને જેલમાં પીડિત શીખ કેદીઓ સહિતની વાસ્તવિક જીવનની ઘટનાઓ દર્શાવાઈ છે. સિદ્ધૂ મૂસેવાલા જ્યારે પણ ગામના લોકોને મળે ત્યારે એકદમ સામાન્ય જીવન જીવતો હતો. તે ગ્રામ્ય જીવન સાથે જાેડાયેલો હતો અને તેનું સાદું જીવન જાેઈને કોઈ કહે નહીં કે સિદ્ધૂ મૂસેવાલાનું વિદેશમાં પણ મોટું ફેન ફોલોઈંગ હશે.

સિદ્ધૂ મૂસેવાલાનો એક વિડીયો ચર્ચામાં આવ્યો હતો કે જેમાં તેનું ગામડાનું સાદું જીવન જાેવા મળી રહ્યું હતું. જેમાં સિદ્ધૂ મૂસેવાલા ગામમાં ટ્રેક્ટર ચલાવતો અને ગામના લોકો સાથે વાતો કરતો જાેવા મળી રહ્યો હતો. એક જગ્યાએ તે પરિવાર સાથે વાત કરતો જાેવા મળી રહ્યો હતો.

સિદ્ધૂ મૂસેવાલાને માતા માટે અપાર સ્નેહ હતો. સિદ્ધૂ મૂસેવાલાની હત્યાથી સેલિબ્રિટીથી લઈને ફેન્સ સુધી સૌ શોકમાં છે. ૨૯ મેના રોજ જ્યારે મૂસેવાલા મિત્રો સાથે ઘરેથી નીકળ્યો ત્યારે મૂસા ગામથી થોડે જ દૂર બે મિત્રો તેમજ તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સિદ્ધૂ મૂસેવાલા પર ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં તેનું મોત કેટલું પીડાદાયી થયું હતું તેની જાણ થાય છે.

સિદ્ધૂ મૂસેવાલાને બે ડઝન જેટલી ગોળી વાગી હતી. સિદ્ધૂ મૂસેવાલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ૩૦ મેના રોજ થયું હતું. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, શુભદીપ સિંહ સિદ્ધૂ ઉર્ફે મૂસેવાલાના શરીરમાં ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. હુમલામાં સિદ્ધૂ મૂસેવાલાની સાથે તેના એક મિત્રનું પણ મોત થયું હતું.

જ્યારે એક મિત્રની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં છે. એક ઈન્ટરવ્યૂમાં તે મિત્રએ જણાવ્યું હતું કે, સિદ્ધૂ મૂસેવાલા ગાડી લઈને બીમાર માસીના ઘરે જવા નીકળ્યો હતો. ગામથી થોડે દૂર એક ગાડીએ ઓવરટેક કરી હતી અને ચારેતરફથી ફાયરિંગ શરૂ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.