વિવાદ અને આક્ષેપો વચ્ચે નવી ‘સોનુ ભિડે’ ની એન્ટ્રી
મુંબઈ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં એક નવી વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે. આ શામાં સોનુ ભિડેનું પાત્ર ભજવતી અભિનેત્રી પલક સિંધવાનીએ શો છોડી દીધો હતો. જેથી તેના રિપ્લેસમેન્ટ તરીકે શાના નિર્માતાઓએ ‘ખુશી માલી’ને કાસ્ટ કરી છે. જેની જાણકારી શાના નિર્માતા અસિત કુમાર મોદીએ આપી હતી.
નિર્માતા અસિત મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘સોનુ ટપ્પુસેનાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. જેથી ખૂબ જ વિચાર કર્યા બાદ જ અમે આ રોલ માટે ખુશી માલીને કાસ્ટ કરી છે. અમને આશા છે કે અમારા દર્શક ખુશીને પણ એવો જ પ્રેમ આપશે જેવો છેલ્લા ૧૬ વર્ષથી આ શા અને તેના પાત્રોને આપી રહ્યા છે.’
ખુશી એક મોડેલ અને અભિનેત્રી છે. તારક મહેતા શા પહેલા તે ‘સાઝા સિંદૂર’ નામના શામાં જોવા મળી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શા સાથે જોડાતા અભિનેત્રી ખુશી વ્યકત કરતા કહ્યું હતું કે, ‘તારક મહેતા શાનો ભાગ બનવું મારા મારે આશીર્વાદ સમાન છે.
આ મારા માટે એક શાનદાર તક છે. હું સોનુ શા સાથે જોડવા માટે ઉત્સુક છું.’પલકને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શાના મેકર્સ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમજ શુટિંગના સેટ પર અમાનવીય વ્યવહારનો સામનો કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો.
અભિનેત્રીએ દાવો કર્યો હતો કે પ્રોડક્શન ટીમ મને ૩૦ મિનિટના શોટ માટે સેટ પર ૧૨-૧૨ કલાક રાહ જોવડાવતી હતી. આટલું જ નહીં, પલકએ નિર્માતાઓ પર ૨૧ લાખ રૂપિયા ન ચૂકવ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. મેકર્સે કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવા બદલ પલકના નામે લીગલ નોટિસ જારી કરી છે.SS1MS