માનો યા ના માનોઃ ન્યુયોર્ક પોતાની જ ઈમારતોના ભારથી ધીમી ગતિએ જમીનમાં બેસી રહયું છે
એક તરફ સમુદ્ર સ્તર વધવાનું જાેખમ તોળાઈ રહયું છે ત્યારે
(એજન્સી)ન્યુયોર્ક ન્યુયોર્ક શહેર સામે સમુદ્રના વધતા સ્તર ઉપરાંત નવું અતિરીકત જાેખમ તોળાઈ રહયું છે. આ જાેખમ છે. તેના પર બનેલા માળખા અને વસતીના અતિશય વજનને કારણે તેની જમીન દર વર્ષે ધીમે ધીમે નીચે બેસી રહી છે.
તાજેતરમાં થયેલા સંશોધન મુજબ ન્યુયોર્ક શહેર દર વર્ષે એકથી બે મીલીમીટર જેટલું નીચે બેસી રહયું છે. જાે કે આ બાબત ટુંક સમયમાં લોકોને અસર નહી કરે પણ લાંબા ગાળે શહેર માટે સંકટ સર્જી શકે. New York is slowly sinking under the weight of its own buildings
વિશ્વભરમાં સમુદ્રના વધતા સ્તરને કારણે જમીનનું ડૂબવું એક કુદરતી પ્રક્રિયા છે. પણ અથ્સે ફયુચરમાં આ મહીને પ્રકાશીત થયેલા એક અભ્યાસમાં શહેરના પોતાના જ વજનથી જમીની ડૂબવાની પ્રક્રિયા પર પ્રકાશ નાખવામાં આવ્યો છે. સંશોધકોએ આંકલન કર્યું છે. ન્યુયોર્કના પાંચ વિસ્તારમાં ફેલાયેલા દસ લાખથી વધુ મકાનોનું વજન આશરે ૧.૭ ટ્રીલીયન ટન થાય છે. જે ૪,૭૦૦ એમ્પાયર સ્ટેટ બિલ્ડીગ જેટલું છે. આટલું મહાકાય વજન ધરતી પર દબાણ વધારી રહયું છે.
ડૂબવાની પ્રક્રિયાનો દર સમગ્ર શહેરમાં અલગ અલગ છે. મિડટાઉન મેનહટનના સ્કાઈ સ્કેપરો નકકર જમીન પર બન્યા હોવાથી અહી સૌથી ઓછું દબાણ છે. એનાથી વિપરીત બુકલીનના કેટલાક વિસ્તારો કવીન્સ અને ડાઉન ટાઉન મેનહટનમાં માળખા ઢીલી જમીન પર બન્યા છે. જે વધુ દબાણ સર્જાતા હોવાથી વધુ ઝડપી ગતીએ નીચે ધસી રહયા છે.
અમેરીકી જીયોલોજીકલ સવેના મુખ્ય સંશોધકે ભારપુર્વક જણાવ્યું છે કે આ ડૂબવાની પ્રક્રિયા અત્યંત ધીમી હોવા છતાં શહેરના અમુક વિસ્તારો અન્ય વિસ્તારો કરતા વહેલા ડૂબશે. જયારે જમીન નીચેધસસે છે. ત્યારે પાણીના સ્તર વધે છે. આઅ બંને પ્રક્રિયા આખરે એકસાથે બને છે.
ત્યારે વિસ્તાર ડૂબી જાય છે. જાે કે સંશોધકોએ સ્પષ્ટતા કરી છે. જાહેર જનતા સામે તાત્કાલીક કોઈ જાેખમ નથી. આ અભ્યાસ માત્ર જમીનમાં થતા ફેરફારમાં મકાનોના ફાળાને ઉજાગર કરે છે. સંશોધકોની ટીમે તેમના નિષ્કર્મ માટે સેટેલાઈટ ઈમેજીગ ડાટા મોડેલીગ અને ગણીત અનુમાનનો ઉપયોગ કર્યો હતો. તેમ છતાં એડ્રીયાટ્રીીક ઉપયોગ તેમ છતાં સમુદ્રમાં ડૂબી રહેલા આજના વેનીસ જેવુું બનતા ન્યુયોર્કને હજી અનિશ્ચિત કહી શકાય તેવો સેકડો વર્ષો લાગી શકે છે.