ICC Worldcup: ન્યુઝીલેન્ડે 9 વિકેટે જીત મેળવીઃ ઈંગ્લેન્ડની નબળી શરૂઆત
10 ટીમો વચ્ચે ભારતના 10 મેદાનોમાં 48 મેચો રમાશે-5 ઓકટોબરથી 19 નવેમ્બર સુધી અંદાજીત દોઢ મહિના સુધી ચાલનારા આ વર્લ્ડકપમાં કુલ 10 ટીમો સામેલ છે.
અમદાવાદ, આજે જેની આતુરતાપૂર્વક ક્રિકેટના ચાહકો પ્રતિક્ષા કરી રહ્યા છે તે વન-ડે વર્લ્ડકપનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ઇંગ્લેન્ડ તથા ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો થયો હતો. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલીંગ કરવાનું પસંદ કર્યુ હતું. 10 ટીમો વચ્ચે ભારતના 10 મેદાનોમાં 48 મેચો રમાશે. England vs New Zealand: Kiwis win by 9 wickets with the help of two centurions
વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનો પ્રથમ મેચ ‘વન-સાઈડેડ’ બની ગયો હોય તેમ ચેમ્પીયન ઈંગ્લેન્ડને 9 વિકેટથી મોટી હાર આપીને ન્યુઝીલેન્ડે બદલો લઈ લીધો હતો. ન્યુઝીલેન્ડ વતી રચિન અને કોન્વે એમ બે બેટરોએ સદી ફટકારી હતી.
ગત વર્લ્ડકપના ફાઈનલમાં ઈંગ્લેન્ડે જીત મેળવ્યા બાદ આ વિશ્વકપના ઓપનીંગ મેચમાં ન્યુઝીલેન્ડ સામે પરાસ્ત થયુ હતું. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ દાવ લેવા મેદાને ઉતાર્યુ હતું. હેનરી, સેન્ટનર, ફિલીપ્સની ઘાતક બોલીંગ સામે રૂટ સિવાયના કોઈ બેટર લાંબી ઈનિંગ રમી શકયા ન હતા. કપ્તાન બટલરના 43 અને બેરસ્ટોના 33 રન હતા. ઈંગ્લેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા.
પોલીસ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અત્યંત સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 3,500 થી વધુ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. જાહેર સુવિધા માટે ટ્રાફિક ડાયવર્ઝન પણ કરવામાં આવ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમો પણ સુરક્ષા વ્યવસ્થાનો ભાગ છે.
વર્લ્ડકપની ઓપનીંગ સેરેમની યોજાઈ નથી પરંતુ ગઈકાલે સાંજે ‘કેપ્ટન્સ ડે’ અંતર્ગત તમામ ટીમના કપ્તાનનું સંયુકત ફોટોસેશન અમદાવાદમાં યોજાયું હતું વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનો ગુરૂવારે બપોરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી શરૂઆત થઈ હતી.
વર્લ્ડ કપની પહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરીને ઈંગ્લેન્ડે શરૂઆત કરી છે. જોની બેયરસ્ટોએ ટ્રેન્ટ બોલ્ટની પહેલી જ ઓવરમાં સિક્સ અને ફોર ફટકારી હતી. બેયરસ્ટોએ ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી.
વિધિવત મેચ પૂર્વે છેલ્લા પાંચ દિવસમાં દરેક ટીમોને બે-બે વોર્મઅપ મેચ રમાડવામાં આવી હતા. પ્રથમ મુકાબલો વર્લ્ડ કપમાં ફાઇનલ રમનાર ઇંગ્લેન્ડ તથા ન્યુઝીલેન્ડ વચ્ચે થઈ રહ્યો છે. બંને દેશોની ટીમોનું અમદાવાદ આગમન થઇ જ ગયું છે અને નેટ પ્રેકટીસ પણ કરી હતી.
5 ઓકટોબરથી 19 નવેમ્બર સુધી અંદાજીત દોઢ મહિના સુધી ચાલનારા આ વર્લ્ડકપમાં કુલ 10 ટીમો સામેલ છે. ભારતના 10 મેદાનોમાં કુલ 48 મેચો રમાવાના છે. ઉતર ભારતના ધર્મશાલાથી દક્ષિણમાં ચેન્નાઇ-બેંગ્લોરના મેદાનોમાં મેચ રમાશે. 2019માં ધોરણે જ આ વખતનું વર્લ્ડકપ ફોર્મેટ રાખવામાં આવ્યું છે.
10 ટીમોમાં ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન તથા નેધરલેન્ડનો સમાવેશ થાય છે. દરેક ટીમો એકબીજા સામે એક-એક લીગ મેચ રમશે અને ટોપ-ફોર ટીમો સેમી ફાઇનલ રમશે. પોઇન્ટ ટેબલમાં પ્રથમ અને ચોથા ક્રમની તથા બીજા અને ત્રીજા ક્રમની ટીમો વચ્ચે સેમીફાઇનલ રમાશે.
9માંથી 7 મેચ જીતનારી ટીમનો સેમીફાઇનલ પ્રવેશ નિશ્ચીત બની જશે.વર્લ્ડકપના મેચો માટે ભારતના 10 મેદાનો નિયત કરવામાં આવ્યા છે. તેમાં અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઇ, દિલ્હી, ધર્મશાલા, કોલકતા, લખનૌ, મુંબઇ, પુના તથા હૈદ્રાબાદનો સમાવેશ થાય છે. વિશ્વકપન સેમીફાઇનલ તથા ફાઇનલ મેચો માટે રીઝર્વ ડે રાખવામાં આવ્યા છે.