Western Times News

Gujarati News

સાણંદ CHC ખાતે લાભાર્થીઓને રાશન કિટ વિતરણ અને આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો

અમદાવાદમાં સાણંદ કમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે આઈડેક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કર્મચારીઓના ગ્રુપ દ્વારા 133 જેટલા લાભાર્થીઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સાણંદ તાલુકામાં નોંધાયેલ જોખમી સગર્ભા મહિલાઓ અને ટી.બી.ની બિમારીથી પીડાતા લોકોને 5 કિલો મગદાળ, 10 કિલો લોટ,10 કિલો ચોખા અને 2 લિટર તેલ એમ કુલ 27 કિલોની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત, તાલુકા હેલ્થ ઓફિસશ્રીએ હાજર લોકોને આરોગ્ય, પૌષ્ટિક આહાર અને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ વિશેની વિસ્તૃત સમજણ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ તાલુકા હેલ્થ ઑફિસર અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો.

આ પ્રસંગે આઈડેક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીના અધિકારીઓ, નગરપાલિકાના આરોગ્ય ખાતાના પ્રમુખ સુશ્રી પારૂલબહેન શુક્લ, સાણંદ મેડિકલ એસોસિયેશનના પ્રિસિડેન્ટ શ્રી ડૉ. જી. કે. ચૌહાણ, તાલુકા હેલ્થ ઑફિસરશ્રી બી. કે. વાઘેલા, સીવીલ સુપ્રિટેન્ડશ્રી ભાવેશ હડિયલ, સાણંદ માનવ સેવા ટ્રસ્ટના શ્રી મનુભાઈ બારોટ તેમજ મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.