ભારતના નવ નિયુક્ત માહિતી કમિશનર ઉદય માહૂરકરનો સન્માન સમારોહ યોજાયો

ભારતના માહિતી કમિશનર તરીકે નિમાયેલા વરિષ્ઠ પત્રકાર ઉદય માહૂરકરનું Uday Mahurkar ગુજરાત મીડિયા ક્લબ Gujarat Media Club અને લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ Lions club of International દ્વારા જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને અનેક જાણીતા પત્રકારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Live: માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp ની વિશેષ ઉપસ્થિતિમાં વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદય માહુરકરજી ની Information Commissioner of India તરીકેની નિમણૂક થવા પર આયોજિત “સન્માન કાર્યક્રમ”https://t.co/kgOWRfxxmn
— office of Vijay Rupani (@officeofVR) November 18, 2020
પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યુ, ભારત જેવી સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં લોકશાહીના મુલ્યોને જીવંત રાખવા માટે માહિતી આયોગ જેવી સંસ્થાઓ ખુબ જ અગત્યની છે.આવી મહત્વની સંસ્થામાં એક ગુજરાતી પત્રકારની નિમણૂક થવી એ આપણા માટે ગૌરવની વાત છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ કે, ઉદયભાઈએ આદર્શ અને પ્રતિબદ્ધતા સાથે પત્રકારત્વમાં કાર્ય કર્યું છે. ભારતની સંસ્કૃતિ, પરંપરા, દેશની મૂળ સ્થિતિને ધ્યાનમાં રાખીને રિપોર્ટિંગ કર્યું છે અને તેના થકી તેમણે પત્રકારત્વમાં અલગ ચીલો ચાતર્યો છે.દિલ્લીમાં જે રીતે ગુજરાતનો પ્રભાવ પડી રહ્યો છે તેમાં વધુ એક મોરપિંછ ઉમેરાયું છે. તો ઉદયભાઈ માહૂરકરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે જે વ્યક્તિનું અભિવાદન તેની જ કર્મભૂમિમાં થાય તેનાથી મોટી કોઈ વાત ન હોઈ શકે.