Western Times News

Latest News from Gujarat India

જુહાપુરામાં કારનો દરવાજાે ખૂલો રાખી જાહેર રસ્તા પર સ્ટંટ કર્યો

અમદાવાદ, અમદાવાદના જુહાપુરામાં કારમાં સ્ટન્ટ થતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગર્વન્મેન્ટ ઓફ ગુજરાતની ગાડીનો ડ્રાઈવર દરવાજાે ખુલ્લો રાખીને બેફામ રીતે ડ્રાઈવ કરતો હતો. જેનો જાગૃત નાગરિકો વીડિયો બનાવીને પોલીસને જાણ કરી હતી. જેના આધારે ટ્રાફિક પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

મહત્વનું છે કે રાત્રીના સમયે ઘણી બાઈક કે કાર સવાર યુવકો જાેખમી સ્ટંટ કરતાં હોય છે. જાહેર રસ્તા પર અન્ય લોકો પણ પસાર થતા હોય છે તે સમયે ડિંગ હાંકવા આ કરતૂતો કરી નબીરાઓ આવા સ્ટંટથી પોતાનો અને અન્ય વાહન ચાલકનો જીવ જાેખમમાં મૂકતાં હોય છે.
આજકાલના યુવકો સસ્તી પ્રસિદ્ધિ માટે પોતાનો જીવ જાેખમમાં મુકતા પણ અચકાતા નથી.

સોશિયલ મીડિયામાં માત્ર લાઇક્સ મેળવવા માટે કેટલાક યુવકો પોતાનો જીવ તો જાેખમમાં મુકે જ છે. પણ ઉપરોક્ત બનાવમાં જાગૃત નાગરિકે વીડિયો બનાવી પોલીસ સમક્ષ આ સ્ટંટબાજને ઉઘાડો કર્યો હતો. ગાડી પર ગર્વન્મેન્ટ ઓફ ગુજરાત લેખલું હતું જેથી ડ્રાઈવર રૌફ બતાવવા આ સ્ટંટ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઈ આવે છે.SS2KP

Copyright © All rights reserved. | Developed by Aneri Developers