Western Times News

Latest News from Gujarat India

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષી દળો સાથે વાત કરશે ભાજપ

નવા રાષ્ટ્રપતિ માટે ૧૮ જુલાઈએ મતદાન અને ૨૧ જુલાઈએ મતગણનાઃ આ ચૂંટણીમાં ૪૮૦૯ મતદાતા

નવી દિલ્હી,  જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષી પાર્ટીઓએ તે માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધુ છે. ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષામંત્રી રાજનાથ સિંહને એનડીએ અને યૂપીએ સહિત તમામ દળો સાથે ચર્ચા કરવા માટે અધિકૃત્ત કર્યા છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહ તરફથી જારી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં રાખતા જેપી નડ્ડા અને રક્ષામંત્રી રાજનાથ સિંહને વિચાર-વિમર્શ માટે અધિકૃત કર્યા છે. તે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધનના તમામ ઘટક દળોની સાથે તથા અન્ય રાજકીય પાર્ટીઓ અને અપક્ષની સાથે વિચાર વિમર્શ કરશે. ભાજપના બંને નેતાઓ તત્કાલ આ પ્રક્રિયા શરૂ કરશે.

ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪ જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે જાે એકથી વધુ વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે તો નવા રાષ્ટ્રપતિ માટે ૧૮ જુલાઈએ મતદાન થશે અને ૨૧ જુલાઈએ મતગણના થશે.

આ ચૂંટણીમાં ૪૮૦૯ મતદાતા હશે, જેમાં ૭૭૬ સાંસદ અને ૪૦૩૩ ધારાસભ્ય હશે. તેમાં રાજ્યસભાના ૨૨૩ અને લોકસભાના ૫૪૩ સભ્યો સામેલ છે. ભાજપે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને ઘેરાબંધી શરૂ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરનાર રાજનીતિક ગઠબંધનોમાં કોંગ્રેસના નેતૃત્વવાળુ યૂપીએ પાસે હાલ ૨૩ ટકા જેટલા મત છે,

તો એનડીએ ગઠબંધન પાસે ૪૯ ટકા મત છે. સૂત્રો પ્રમાણે ૧૫ જૂન બાદ ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. આ પહેલાં પાર્ટીએ રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધુ છે. SS2DP

Copyright © All rights reserved. | Developed by Aneri Developers