Western Times News

Gujarati News

કાશ્મીરના ગણિતના શિક્ષકે બનાવી ઘાટીની પહેલી સોલર કાર

શ્રીનગર, બિલાલ અહેમદ દ્વારા સોલર કારનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. ગણિતના શિક્ષક એવા જમ્મુ તથા કાશ્મીરના પાટનગર શ્રીનગરના બિલાલ અહેમદે એક સસ્તી ઈલેક્ટ્રિક કાર બનાવી છે જે સોલર ઉર્જાથી ચાલે છે. શ્રીનગરના સનતનગરના રહીશ અહેમદે ૧૧ વર્ષની આકરી મહેનત અને રિસર્ચ બાદ પોતાનું આ સપનું પૂરું કર્યું. અહમદનું આ ઈનોવેશન હાલ સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ અહમદની ઉપલબ્ધિ અંગે ટ્‌વીટ કરીને કહ્યું કે એવું લાગે છે કે કાર એક દિવસ ઉડી પણ શકે છે. કારના બોડી પર સોલર પેનલ અને અંદર એક ચાર્જિંગ પોઈન્ટ છે. અહદમની ઈચ્છા એક શાનદાર કાર બનાવવાની હતી પરંતુ લોકો માટે સસ્તી કારની શોધે તેમને ૫૦ના દાયકાથી બનેલી કારોનો અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા.

તેઓ અમેરિકામાં ડેટ્રોઈટના એક એન્જિનિયર અને નવપ્રવર્તનકના કામથી પ્રેરિત હતા જે ઓટોમોબાઈલ કંપની ડીએમસીના માલિક હતા. અહમદે વિભિન્ન વીડિયો જાેયા અને તેમાં નવી સુવિધાઓ જાેડ્યા બાદ કારમાં સંશોધન કરવાનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં વિકલાંગો માટે બિલાલે એક કાર બનાવવાની યોજના ઘડી. પરંતુ પૈસાની અછતના કારણે આ પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહીં.

બિલાલ અહેમદે ૨૦૦૯માં સોલર રન લક્ઝરી કાર બનાવવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો અને આ વર્ષ પ્રોજેક્ટ પૂરો કર્યો. આ કારમાં અન્ય લક્ઝરી કારો જેવી ખાસિયતો છે. કાર સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિસિટી પર ચાલે છે જે મોનોક્રિસ્ટલાઈન સોલર પેનલ દ્વારા ઉત્પન્ન થાય છે. બિલાલ અહમદે તેમા વિશિષ્ટ પ્રકારની સોલર પેનલોનો ઉપયોગ કર્યો છે કારણ કે તે ઓછામાં ઓછી સોલર ઉર્જામાં પણ વધુમાં વધુ વીજળી પેદા કરે છે.

કાર સંપૂર્ણ રીતે સ્વચાલિત છે અને તેમાં જગ્યાની કમીને પૂરી કરવા માટે દરવાજા છે. બિલાલનું માનવું છે કે જાે કોઈએ તેની મદદ કરી હોત તો તેઓ ક્યારનાય કાશ્મીરના એલોન મસ્ક બની જાત.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.