Western Times News

Gujarati News

ભાજપના નિરીક્ષકો ૨૪-૨૫ જાન્યુઆરીએ વોર્ડ કાર્યકરોની રજૂઆત સાંભળશે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ધમધમાટ શરૂ થઈ ગયો છે. શહેરના ૪૮ વોર્ડ માટે ૧૯૨ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો શરૂ થઈ છે. કોંગ્રેસ પાર્ટીએ દાવેદારોના બાયોડેટા લેવાની કામગીરી પૂર્ણ કરી છ.ે જ્યારે ભારતીય જનતા પક્ષ ૨૪ અને ૨૫ જાન્યુઆરીએ વોર્ડકક્ષાએ કાર્યકર્તાઓને મળી સેન્સ લેવાની કામગીરી કરશે.

અમદાવાદ મહાનગરની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ૨૪ અને ૨૫ જાન્યુઆરીએ ૧૨ સ્થળે સેન્સ લેવાની કામગીરી શરૂ કરશે. શહેરમાં સાત સ્થળોએ પાર્ટી દ્વારા નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકો વોર્ડ કક્ષાના કાર્યકરોને મળશે તેમજ તેમની રૂઆત સાંભળશે. ભાજપ દ્વારા આર.કે.હોલ થલતેજ, મેધદીપ સ્કુલ જાેધપુર, પર્યાવરણ મંદિર વસ્ત્રાલ, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ નવરંગપુરા, આશિષભાઈ પટેલની ઓફિસ ઉસ્માનપુરા, જી.આઈ.ડી.સી. એસોસીએશન હોલ ઓઢવ, કચ્છ કડવા પાટીદારવાડી નરોડા, ચંદ્રપ્રસાદ દેસાઈ હોલ બાપુનગર, ભરત પાર્ટી પ્લોટ અમરાઈવાડી, પ્રાણશંકર હોલ કાંકરીયા, વૈભવ હોલ ઘોડાસર તથા સર્વેશ્વર મહાદેવ રાણીપ ખાતે ઉમેદવાર પસંદગી માટે “સેન્સ” લેવામાં આવશે. પાર્ટી દ્વારા નિરીક્ષક તરીકે પૃથ્વીરાજ પટેલ, શૈલેષ મહેતા (ધારાસભ્ય), હંસાકુંવરબારાજ, વિવેકભાઈ પટેલ (ધારાસભ્ય), ભરતભાઈ ડાંગર, રંજનબેન ભટ્ટ (સાંસદ), વિનોદભાઈ ચાવડા, નીતીનભાઈ ઠાકર, જયશ્રીબેન પટેલ, નાનુભાઈ વાનાણી, પીયુષભાઈ દેસાઈ (ધારાસભ્ય), સંગીતાબેન પટેલ (ધારાસભ્ય), બાલકૃષ્ણ શુક્લ, અજયકુમાર ચોકસી, શારદાબેન પટેલ (સાંસદ), જીતુભાઈ સુખડીયા (ધારાસભ્ય), સતીષભાઈ પટેલ દર્શનાબેન કોઠીયા, પંકજભાઈ ચૌધરી, અશોકભાઈ ભાવસાર, કૌશલ્યા કુંવરબા, પંકજ મહેતા (ધારાસભ્ય), પ્રશાંતભાઈ વાળા, અસ્મિતાબેન શિરોયા, અંબાલાલ રોહિત, કનુભાઈ દેસાઈ, સીમાબેન મોહીલે, જીજ્ઞેશભાઈ મોદી (ધારાસભ્ય) મનીષાબેન વકીલ (ધારાસભ્ય) તથા મિતેષભાઈ પટેલ (સાંસદ)ની નિમણૂંક કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.