Western Times News

Gujarati News

પ્રાંતિજ પોલીસે છ લિટર દેશી દારૂ સાથે એક ઇસમ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકામાં દેશી દારૂ નું ખુલ્લેઆમ ધુમ વેચાણ છતાં પ્રાંતિજ પોલીસે છ લિટર દેશી દારૂ પકડી ને પ્રાંતિજ પોલીસે સંતોષ માન્યો .

પ્રાંતિજ પોલીસ દ્વારા ટાઉન વિસ્તાર માં પેટ્રોલીંગ મા હતી તે દરમ્યાન ચંચળાબા નગર ખાતે દેશી દારૂ નું વેચાણ થયું હોવાનું બાતમી મળતા પ્રાંતિજ પોલીસ દ્વારા તપાસ કરતાં ભીખાજી ઉર્ફે જીલુજી સોમાજી મકવાણા ચંચળાબા નગર  તેના રહેણાંક મકાન ની બાજુમાં ખુલ્લી જગ્યામાં બેસી ને દેશી દારૂ નું વેચાણ કરતો હોય તેની પાસે થી પ્લાસ્ટિક ના કેનમા વગર પાસ પરમીટ વગર દેશી દારૂ લીટર-૬ જેની કિંમત-૧૨૦ જે વેચાણ કરવા માટે બેઠેલ હોય

પોલીસ રેઇડ દરમ્યાન મળી આવતા પ્રાંતિજ પોલીસે આઇપીસી કલમ-૬૫ એ મુજબ ગુનોનોધી અટકાયત કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી .તો પ્રાંતિજ સહિત તાલુકામાં ખુલ્લેઆમ દેશી દારૂ ના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા હાલતો માત્ર છ લિટર ૧૨૦ રૂપિયા નો દેશી દારૂ પકડી ને મોટુ ત્રીર માર્યું હોય તેવું જણાઇ આવે છે  .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.