Western Times News

Latest News from Gujarat

ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૌશિક પટેલ સહિત ભોલાવના પૂર્વ સરપંચ તેઓની ટીમ સાથે ભાજપમાં જોડાયા

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક મળી હતી.જેમાં કોંગ્રેસ પક્ષ માંથી છેડો ફાડી ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૌશિક પટેલ,ભોલાવના પૂર્વ સરપંચ દિગ્વિજયસિંહ રાજ,શિવસેનાના આગેવાનો સહીત અંકલેશ્વર કોંગ્રેસના આગેવાનો પોતાના ટેકેદારો અને હોદ્દેદારો સાથે ભાજપમાં જોડાયા હતા.

ગુજરાત રાજ્ય માં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે.ત્યારે શિયાળાની ઠંડી માં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.જેમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીની સંગઠન ની બેઠક મળતા કોંગ્રેસ ના ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૌશિકભાઈ પટેલ,ભોલાવ પંચાયતના પૂર્વ સરપંચ દિગ્વિજયસિંહ રાજ,જયદીપસિંહ ગોહિલ,તાલુકા પંચાયતના માજી સભ્ય સરોજબેન ચૌહાણ,યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ યોગેન્દ્રભાઈ તડવી, અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર ૫ ના પૂર્વ નગરસેવકો,શિવસેનાના પ્રમુખ વિરલ ગોહિલ સહિત મોટી સંખ્યામાં શિવસેનાના યુવાનો,ભોલાવ, ઝાડેશ્વર માંથી કોંગ્રેસ પક્ષ માંથી ૮ હોદ્દેદારો તેમજ ૨૦૦ થી વધુ કાર્યકર્તાઓ તેમજ હલદરવાના સરપંચ અને સભ્યો,ચવાજ ગામના આગેવાનો,અંકલેશ્વર કોંગ્રેસના નગરસેવકોએ પણ પોતાના સમર્થકો સાથે કેસરિયો ધારણ કરી લેતા ભરૂચ ભાજપના પ્રમુખ મારૂતિસિંહ આવનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.


ભરૂચ જીલ્લાના ચૂંટણી પ્રભારી પ્રફુલભાઈ પાંસેરિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં હોદ્દેદારોએ વિચારધારા સ્વીકારી ભાજપ માં જોડાયા છે તેઓને આવકાર આપ્યો છે.જ્યાં તમામ જ્ઞાતિજન,પરિવારજનો કોઈ જ્ઞાતિવાદ,જાતિવાદ સાથે નહિ પરંતુ રાષ્ટ્રવાદ સાથે સંકળાઈને દરેક કાર્યકર્તાઓ આ પ્રજ્વલિત યજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું છે તે તમામને ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા સ્વીકારી છે તેઓ નો હ્રદય પૂર્વક વંદન કરી આવકાર આપ્યો હતો.

કોંગ્રેસ સાથે નો છેડો ફાડી કેસરિયો ધારણ કરનાર કૌશિક પટેલે જણાવ્યું હતું કે ઝાડેશ્વર પંચાયત ના સરપંચ સિવાય ના તમામ પંચાયત ના સભ્યો તેમજ તાલુકા પંચાયત ના પૂર્વ સભ્ય સહીત ૨૦૦ થી વધુ લોકો સાથે જોડાઈ ને નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે સૌનો સાથ સૌનો વિકાસ તેને પૂરું કરવા જઈ રહ્યા છે.
આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,ભરૂચ જીલ્લાના ચૂંટણી પ્રભારી પ્રફુલભાઈ પાંસેરિયા,જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,મહામંત્રી રમેશભાઈ મિસ્ત્રી,નિરલભાઈ પટેલ,વિનોદભાઈ પટેલ,ફતેસંગ ગોહિલ,દિવ્યેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers