Western Times News

Gujarati News

જે લોકો પોતાના સમયમાં શાંતિ સ્થાપી ન શક્યા તે અમને સલાહ આપી રહ્યા છેઃ અમિત શાહ

Vijay Sankalp Samaroh in Nalbari, #Assam

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામના કોકરાઝારમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પક્ષ જે પોતાના કાર્યકાળમાં શાંતિ લાવી શકી નથી કે વિકાસ કરી શકી નથી, તે આજે અમને સલાહ આપી રહી છે. આટલા વર્ષોથી અસમ લોહિયાળ રહ્યું, બોડો પ્રદેશ લોહીથી રંગાયેલ રહ્યો, તમે શું કર્યું?

જે કંઈ કર્યું તે ભાજપ સરકારે જ કહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, જાે ભ્રષ્ટાચાર મુક્ત, ઘુસણખોર મુક્ત, આતંકવાદ મુક્ત અને પ્રદૂષણ મુક્ત આસામનું નિર્માણ કરવાનું છે, તો પીએમ મોદીના નેતૃત્વ હેઠળ માત્ર ભાજપ જ કરી શકે છે. બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન (બીટીઆર) કરાર પર હસ્તાક્ષર થયાની પહેલી વર્ષગાંઠ પર કોકરાઝારમાં આયોજિત સમારોહમાં શાહે કહ્યું હતું કે કોંગ્રેસ વર્ષોથી આસામને રક્ત રંજીત કરતી રહી છે. અલગ- અલગ આંદોલન કરતી રહી.

છેલ્લા ૫ વર્ષમાં આસામમાં જે વિકાસ થયો છે તે છેલ્લા ૭૦ વર્ષોમાં થયો નથી. આસામી-બિન-આસામી, બોડો-ગેરબોડો કરવા વાળાને ઓળખો. આ લોકો રાજકીય રોટલા શેકવા માટે આવી વસ્તુઓ કરી રહ્યા છે. શાહે લોકોને આગામી ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે આસામમાં એનડીએ સરકાર બનાવવા અને બોડોલેન્ડનો વિકાસ સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. આ વર્ષે આસામમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.