Western Times News

Gujarati News

એલનમસ્કની સ્પેસ એક્સે અંતરિક્ષમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, એક સાથે લોન્ચ કર્યા 143 સેટેલાઈટ

નવી દિલ્હી, અરબોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસ એક્સએ અંતરીક્ષની દુનિયામાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સ્પેસ એક્સે એક સાથે એક જ રોકેટ વડે સૌથી વધારે 143 સેટેલાઈટ મોકલવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ કમાલ ફાલ્કન નાઈન રોકેટ દ્વારા કરવામાં આવી છે. એમાંના મોટા ભાગના સેટેલાઈટ કોમર્શિયલ છે અને કેટલાક સરકારી પણ છે.

સ્પેસ એક્સના માલિક મસ્કએ 22 જાન્યુઆરીએ ટ્વિટ કર્યું હતું કે, ઘણાં બધા કસ્ટમર્સ માટે કાલે કેટલાય સેટેલાઈટ લોન્ચ કરશે. નાની કંપનીઓને ઓછી કિંમત પર ઓર્બિટમાં પહોંચાડવા ઉત્સાહિત છે. દુનિયભરમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ માટે સ્પેસ એક્સે પહેલા 800થી વધારે સેટેલાઈટ લોન્ચ કર્યા છે. આ માટે 10 બિલિયન ડોલરનું રોકાણ કરે છે. એમાંથી મસ્કને ગ્રહો વચ્ચે રોકેટ પ્રોગ્રામ સ્ટારશીપને વાર્ષિક 30 કરોડ ડોલર મળશે.

ઉલ્લેખનીય છે કે એલન મસ્ક દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિમાંના એક છે. આ કંપની સેટેલાઇટ લોન્ચ કરવા માટે માત્ર 10 લાખ ડોલરનો ચાર્જ લે છે. આ સેટેલાઇટને પહેલા ડિસેમ્બરમાં લોન્ચ કરવાના હતા, પરંતુ ટેકનીકલ કારણોથી લોન્ચિંગને સ્થગિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શનિવારે પણ ખરાબ વાતાવરણને કારણે લોન્ચિંગને સ્થગિત કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.