Western Times News

Gujarati News

ઇમરાન ખાન જિન્નાની ઓળખ ગિરવે મુકી ૫૦૦ અબજની લોન લેશે

ઇસ્લામાબાદ, આર્થિક તંગીથી ઝઝુમી રહેલ પાકિસ્તાનની ખરાબ સ્થિતિ પુરી દુનિયાની સામે આવી ગઇ છે તે ચીન સંયુકત અરબ અમીરાત અને મલેશિયા સહિત તમામ દેશોના દેવામાં ડુબેલ છે હવે લેણદારો પણ પોતાના પૈસા પાછા માંગી રહ્યાં છે આ દરમિયાન કંગાળ પાકિસ્તાનની ઇમરાન સરકાર હવે પાટનગર ઇસ્લામાબાદના સૌથી મોટા પાર્કને ગિરવે મુકી ૫૦૦ અબજ રૂપિયાની લોન લેશે પાકિસ્તાની મીડિયાએ આ માહિતી આપી છે.

પાકિસ્તાની મીડીયા રિપોર્ટ અનુસાર પાર્કને ગિરવે રાખવાનો પ્રસ્તાવ આવતીકાલે યોજાનાર કેબિનેટની બેઠકમાં રાખવામાં આવશે એફ -૯ પાર્કની ઓળખ પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝિન્નાની બેન માદર એ મિલ્લત(મધર ઓફ નેશન) ફાતિમા ઝિન્નાના નામથી છે આ પાર્ક ૭૫૯ એકરમાં ફેલાયેલ છે આ પાકિસ્તાનમાં સૌથી મોટા વિસ્તારમાંથી એક છે.

રિપોર્ટ અનુસાર ફાતિમા જિન્ના પાર્કને ગિરવે રાખવા માટે બેઠક વીડિયો લિંક દ્વારા થશે જેને ઇમરાન સરકાર કાર્યાલય તરફથી આયોજીત કરવામાં આવશે આ પ્રસ્તાવ પર આવતીકાલે મંગળવારે ચર્ચા થશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાંની તંગીને કારણે ઇમરાન સરકારે સંધીય સરકારની સંપત્તિ એફ ૯ પાર્કને ગિરવે રાખશે તેનાથી તેને ૫૦૦ અબજ રૂપિયા લોન મળશે.

ઇસ્લામાબાદની કેપિટલ ડિવલપમેંટ ઓથોરિટીએ આ સંબંધમાં પહેલા જ અનાપત્તિ પ્રમાણપત્ર હાંસલ કર્યું છે આ પહેલા પણ પાકિસ્તાનની અનેક સરકારો વિવિધ સંસ્થાનો અને ઇમારતોને ગિરવે મુકી ચુકી છે.પરંતુ ઇમરાન સરકાર આ વખતે મોહમ્મદ અલી ઝિન્નાની બહેનના નામ પર બનેલ પાર્કને ગિરવે મુકવા જઇ રહી છે. ઇમાન ખાને અઢી વર્ષ સરકાર ચલાવ્યા બાદ પણ દેશની ખરાબ સ્થિતિ માટે ગત સરકારોને જવાબદારી ઠેરવી રહ્યાં છે પાકિસ્તાનમાં સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઇ છે કે સરકારી કર્મચારીઓના પગાર આપવા માટે પણ જાેડતોડ કરવી પડી રહી છે. આ ઉપરાંત પાકિસ્તાનના સૌથી મોટા દાતા સાઉદી આરબ અને યુઇએ પોતાના અનેક બિલિયન ડોલરની લોન પાછી માંગી રહી છે જયારે ચીન પણ પોતાના મિત્ર પાકિસ્તાનને લોન આપવાની આનાકાની કરી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.