Western Times News

Gujarati News

વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યા ૧૦ કરોડને પાર થઈ

વોશિંગ્ટન: ચીનના વુહાન શહેરથી આશરે એક વર્ષ પહેલા શરૂ થયેલી કોરોના વાયરસ મહામારીના વિશ્વભરમાં કુલ કેસની સંખ્યા ૧૦ કરોડને વટાવી ગઈ છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ વિશ્વભરમાં કુલ ૨૧ લાખ લોકો આ રોગચાળાથી મૃત્યુ પામ્યા છે. તેમજ ૫.૫૦ કરોડ લોકો કોવિડ-૧૯ના આ કિલર વાયરસને મ્હાત આપીને સ્વસ્થ થઈ ચૂક્યા છે.

છેલ્લા ૧૨ મહિનામાં દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. સરકારોએ કોરોના રોગચાળાના પ્રસારને રોકવા માટે લોકડાઉન, કર્ફ્‌યુ અને મુસાફરી પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. લોકોને સામાજિક અંતર જાળવવા કહેવામાં આવી રહ્યું છે. આ રોગચાળાને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા વિનાશના ગાળામાં પહોંચી ગઈ છે. ઘણી અસરકારક સારવાર અને રસીઓ પછી પણ કોરોનાના નવા નવા પ્રકાર સામે આવી રહ્યા છે, જેના કારણે બ્રિટન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે.

કોરોનાના નવા સ્ટ્રેનના આગમનથી હવે આ રોગચાળો ક્યારે સમાપ્ત થશે તે અંગે અનિશ્ચિતતા છે. કોરોનાના સૌથી વધારે કેસ મામલે અમેરિકા પહેલા સ્થાને છે અને ભારત બીજા સ્થાને છે. તે જ સમયે, મોતનાં મામલામાં ભારત અમેરિકા અને બ્રાઝિલથી પાછળ છે. યુકેમાં પરિસ્થિતિ ઘણી વિકટ બની છે, જ્યાં એક લાખ લોકો આ રોગનો ભોગ બન્યા છે.

બ્રિટનના વડાપ્રધાને દેશવાસીઓની માફી માંગી છે. આટલું જ નહીં, આ બીમારીના કેન્દ્ર ચીનમાં ફરી એકવાર આ વાયરસ જાેર પકડી રહ્યો છે. તાજેતરના અહેવાલોએ ટાંકીને એવું અનુમાન છે કે, મહામારીને કારણે દુનિયામાં કરોડો યુએસ ડોલનું નુકસાન થયું છે. જાે રસીનું નિષ્પક્ષ અને વિતરણ સુનિશ્ચિત કરવામાં ન આવે તો,

તો વિશ્વને નૈતિક અને આર્થિક આપત્તિનો સામનો કરવો પડશે. આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશને તેના છેલ્લા અહેવાલમાં વિશ્વ શ્રમ બજાર પર રોગચાળાના પ્રભાવનું વિશ્લેષણ કરીને એમ કહીને કહ્યું છે કે ૨૦૨૦માં વિશ્વના કામકાજના કલાકોમાં ૮.૮ ટકા ઘટાડો થયો છે, જેથી શ્રમ આવકમાં ૩૭ ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.