Western Times News

Gujarati News

પુટીને ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટી પાંચ વર્ષ માટે લંબાવી

મોસ્કો, રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટિને અમેરિકા સાથેની રશિયાની ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટી વધુ પાંચ વર્ષ માટે લંબાવી હતી.

આ સમજૂતીની મુદત આવતા સપ્તાહે પૂરી થવાની હતી. એ પહેલાં પુટીને આ સંધિ વધુ પાંચ વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરી હતી. મંગળવારે પુટીને ‘ન્યૂ સ્ટાર્ટ’ સમજૂતી પાંચ વર્ષ માટે લંબાવવાની ઔપચારિક જાહેરાત કરી હતી.

ન્યૂ સ્ટાર્ટ અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી એક સમજૂતી છે. આ સમજૂતી અણુ શસ્ત્રો પર નિયંત્રણ મૂકવાના અને બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધો માટે મહત્ત્વની તી. આ સંધિ પર 2010માં બંને દેશોએ સહી સિક્કા કર્યા હતા. આ સંધિ અન્વયે અમેરિકા અને રશિયા દ્વારા 1550 પરમાણુ શસ્ત્રો તહેનાત કરવાની છૂટ બંને દેશોને હતી.

આજની તારીખમાં અમેરિકા અને રશિયા બંને એવા દેશો છે જેમની પાસે અઢળક અણુશસ્ત્રો છે.  જો કે આ બંને દેશો વિકાસશીલ અને ગરીબ દેશો શાંતિપૂર્ણ હેતુઓ માટે અણુશક્તિ વિકસાવે એનો સતત વિરોધ કરી રહ્યા હતા.

રશિયાના પુટીને કરેલી આ જાહેરાતના સંદર્ભમાં અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડન કે અમેરિકાના સંરક્ષણ ખાતા તરફથી કોઇ પ્રતિભાવ પ્રગટ થયા નહોતા. પુટીને રશિયાની લશ્કરી શક્તિ વધુ વિકસાવવા એક પ્રસ્તાવ રશિયન સંસદમાં લાવવાનો વિચાર પણ વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.