Western Times News

Gujarati News

કોરોનાથી અમેરિકામાં ૪.૨૪ લાખથી વધુ લોકોના મોત

વોશિંગ્ટન, કોરોનાનો ગંભીર રીતે સામનો કરી રહેલ અમેરિકામાં તેના સંક્રમણથી અત્યાર સુધી ૪.૨૪ લાખથી વદુ લોકોના મોત થઇ ચુકયા છે અમેરિકામાં આ મહામારી વિકરાળ સ્વરૂપ લઇ ચુકી છે અને અત્યાર સુધી ૨.૫૪ કરોડથી વધુ લોકો તેનાથી સંક્રમિત થઇ ચુકયા છે.

અમેરિકાની જાેન હોપકિન્સ યુનિવર્સિટીના વિજ્ઞાન અને એન્જીનિયરિંગ કેન્દ્ર (સીએસએસઇ) તરફથી જારી કરવામાં આવેલ નવા આંકડા અનુસાર અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૪,૨૪,૬૯૦ પહોંચી ગઇ છે જયારે સંક્રમિતોની સંખ્યા ૨,૫૪,૨૪,૧૭૪ થઇ ગઇ છે.

અમેરિકાના ન્યુયોર્ક ન્યુજર્સી અને કેલિફોર્નિયા પ્રાંત કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત છે ફકત ન્યુયોર્કમાં કોરોન સંક્રમણને કારણે ૪૨,૭૨૬ લોકોના મોત થયા છે. ન્યુજર્સીમાં અત્યાર સુધી ૨૧,૧૦૫ લોકોના આ મહામારીના કારણે મોત થઇ ચુકયા છે. કેલિફોર્નિયામાં કોવિડ ૧૯થી અત્યાર સુધી ૩૭,૮૨૨ લોકોના મોત થયા છે ટેકસાસમાં તેને કારણે ૩૫,૪૧૮ લોકો અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચુકયા છે જયારે ફલોરિડામાં કોવિડ ૧૯થી ૨૫,૬૭૩ લોકોના મોત નિપજયા છે.

આ ઉપરાંત ઇલિનોયસમાં ૨૦,૮૫૩ મિશીનગરમાં ૧૫,૩૦૫ મૌસાચુસેટ્‌સમાં ૧૪,૨૨૦ જયારે પેસિલ્વેનિામાં કોરોનાથી ૨૦,૮૧૮ લોકોના મોત નિપજયા હતાં એ યાદ રહે કે અમેરિકામાં રસીકરણનું અભિયાન પણ મોટા પ્રમાણે ચાલી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.