Western Times News

Gujarati News

લખા સદાના, પંજાબી એક્ટર દીપ સિદ્ધુ વિરુદ્ધ કેસ દાખલ

નવી દિલ્હી: ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે ગેંગસ્ટરમાંથી એક્ટિવિસ્ટ બનેલા લખા સદાના અને પંજાબી એક્ટર દીપ સિદ્ધુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ પોલીસ ઉપદ્રવમાં બંનેની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.

૨૬ જાન્યુઆરીના રોજ આઈટીઓ અને લાલ કિલ્લામાં થયેલી હિંસા મામલે દીપ સિદ્ધુ અને લખા સદાનાની સૌથી મહત્વની ભૂમિકા છે. ખેડૂત આંદોલન દરમિયાન આ બંને ખુબ એક્ટિવ હતા. જાે કે બાદમાં ખેડૂતોના કેટલાક સંગઠનોએ દીપ સિદ્ધુને પ્રદર્શનથી હટાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યાં મુજબ બંને ખેડૂત પ્રદર્શનમાંથી કેટલાક દિવસ માટે ગાયબ થયા હતા.  રિપોર્ટ મુજબ લખા સદાનાએ સિંઘુ બોર્ડર પર રેડ લાઈટ પર બેઠેલા ખેડૂતો વચ્ચે ભડકાઉ ભાષણ આપ્યું હતું અને હિંસા માટે ઉક્સાવ્યા હતા. લખા સદાના સામે પંજાબમાં પહેલેથી ૨૬ કેસ દાખલ છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે શીખ ફોર જસ્ટિસ સંગઠન વિરુદ્ધ ેંછઁછ અને દેશદ્રોહની કલમોમાં એફઆઈઆર દાખલ કરી છે.

અત્રે જણાવવાનું કે ભારત સરકાર શીખ ફોર જસ્ટિસ સંગઠન પર પ્રતિબંધ લગાવી ચૂકી છે. ખેડૂત આંદોલન દરમિયાન શીખ ફોર જસ્ટિસે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાની જાહેરાત કરી હતી અને ઝંડો ફરકાવનારાને ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી.

હિંસા મુદ્દે દિલ્હી પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવ તરફથી ખેડૂત નેતા દર્શનપાલ સિંહને નોટિસ મોકલવામાં આવી છે અને જવાબ માટે ૩ દિવસનો સમય અપાયો છે. નોટીસમાં તેમને પૂછવામાં આવ્યું છે કે ટ્રેક્ટર પરેડ અંગે દિલ્હી પોલીસ સાથે જ નક્કી થયું હતું, તમે તે નિયમોનો ભંગ કર્યો છે. તમારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કેમ ન કરવામાં આવે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.