Western Times News

Gujarati News

એકતા કપૂરનો દીકરો રવિ હવે બે વર્ષનો થઈ ગયો છે

મુંબઈ: એકતા કપૂરનો દીકરો રવિ બે વર્ષનો થઈ ગયો છે. આ લિટલ હેન્ડસમને વિશ કરતાં તેની મમ્મીએ સોશિયલ મીડિયા પર એક સ્વીટ પોસ્ટ લખી છે. એકતાએ દીકરા સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં બંને કેમેરા સામે જાેઈને સ્માઈલ આપી રહ્યા છે. આ પોસ્ટ દ્વારા, એકતાએ રવિની મમ્મી બનવાનો આનંદ અને આ વાતે તેને કેટલી આશ્ચર્યચકિત કરી છે તેનું વર્ણન કર્યું છે. આ સાથે તેણે રવિને તેના જીવનનો વળાંક ગણાવ્યો છે.

એકતાએ લખ્યું છે કે, હેપીએસ્ટ બર્થ ડે રવિઓલી. વધારે કંઈ કહેવા માટે નથી પરંતુ તું મારો ટર્નિંગ પોઈન્ટ લેન્ડમાર્ક ગિફ્ટ છે. હું હજું આશ્રર્યમાં છું અને કહું છું કે, હું તારી મમ્મી છું.

એકતાની આ પોસ્ટ પર એરિકા ફનાર્ન્ડિઝ, પાર્થ સમથાન, ગૌતમ ખન્ના, અનિતા હસનંદાની, મલ્લિકા શેરાવત, દિયા મિર્ઝા, સુરભિ જ્યોતિ, મૌની રોય, શ્વેતા તિવારી, ધીરજ ધૂપર, ટીના દત્ત, નિલમ કોઠારી સહિત ટીવી અને બોલિવુડના સેલેબ્સે રવિને બર્થ ડે વિશ કરીને તેના પર પ્રેમ વરસાવ્યો છે. ફિલ્મમેકર અને એકતા કપૂરનો સારો ફ્રેન્ડ કરણ જાેહરે લખ્યું છે કે, મારા ડાર્લિંગ રવિ હેપી બર્થ ડે. યશ, રુહી અને મારા તરફથી હગ અને કિસ’. તો શ્વેતા તિવારીએ લખ્યું છે કે,

‘મારા ક્યૂટ બોય હેપી બર્થ ડે. ભાજપ નેતા, પૂર્વ એક્ટ્રેસ અને એકતા કપૂરના બેસ્ટફ્રેન્ડ સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મા-દીકરા એટલે કે એકતા કપૂર અને રવિની તસવીર શેર કરી કરી છે અને લખ્યું છે કે, રવિને પ્રેમ અને આશીર્વાદ. મામા તુષાર કપૂરે પણ રવિ સાથેનો વીડિયો શેર કરીને તેને બર્થ ડે વિશ કર્યું છે. જેમાં તુષાર તેને રમાડતો અને વહાલ કરતો દેખાઈ રહ્યો છે.

વીડિયોમાં એકતા કહી રહી છે કે, ‘અમુક વખતે મને લાગે છે કે, તે મારા કરતાં તને વધારે પ્રેમ કરે છે. રવિને ખબર છે કે તેના મામા ચોખ્ખા દિલનો વ્યક્તિ છે’. તો તુષારે કહ્યું કે, ‘રવિ નાનો હતો ત્યારથી જ તે મને વધારે પસંદ કરે છે’. વીડિયોની સાથે તુષારે લખ્યું છે કે, મારો દીકરો બે વર્ષનો થઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.