Western Times News

Gujarati News

વાઇરસ હોય કે સરહદ પર સંકટ, ભારત તમામ પડકારોનો સામનો કરવા સક્ષમઃ PM મોદી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય કેડેટ કોર (NCC)ના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાંથી તેમણે હુંકાર ભર્યો હતો કે ગત વર્ષે વાઇરસ હોય કે સરહદ પર સંકટ ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે. આજે દેશમાં રસી બની ચુકી છે જ્યારે સેનાનું આધુનિકીકરણ પણ થઇ રહ્યું છે. દેશમાં વધુ બે રાફેલ વિમાન મળી ગયા છે, જે હવામાં જ રિફ્યુલિંગ કરી શકે છે. આજે સેનાની તમામ જરૂરિયાત પુરી કરવામાં આવી રહીં છે.

મને એનસીસીના કાર્યક્રમમાં હાજર રહેવા બદલ હંમેશા સુખદ અનુભવ થાય છે, દરેકને ગર્વ થતો હશે. જે દેશના સમાજમાં અનુશાસન હોય છે, તે દેશ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે. યુવકોએ પોતાની આસપાસના લોકોને અનુસાન શીખવવું જોઇએ.

દેશમાં જ્યાં પણ કોઇ મહત્વપૂર્ણ કામ કે સંકટ હોય છે ત્યાં હંમેશા એનસીસીના કેડેટ પહોંચી જાય છે. તેમણે આગણ કહ્યું કે બંધારણમાં નાગરિક કર્તવ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેને નિભાવવો દરેકનું કર્તવ્ય છે. દેશ એક સમયે નક્સલવાદ મોટી સમસ્યા હતી, પરંતુ લોકોની જાગરૂક્તાના કારણે આજે નક્સલવાદની કમર તુટી ગઇ છે.

વડાપ્રધાને કહ્યું કે એનસીસીની ભૂમિકાનો વિસ્તાર કરવામાં આવશે, સરહદથી દરિયાની સુરક્ષા સાથે જોડાયેલા નેટવર્કને સશક્ત કરવા માટે એનસીસીની ભાગીદારીને વધારવામાં આવી રહીં છે. આ માટે એક લાખ કેડેટને ટ્રેનિંગ આપવામાં આવી રહીં છે. સરકાર તરફથી NCC કેડેટની તાકાતને વધારવામાં આવી રહ્યાં છે. હવે વિદ્યાર્થિનીઓ પણ મોટી સંખ્યામાં એનસીસી સાથે જોડાઇ રહીં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.