Western Times News

Gujarati News

અમદાવાદમાં યોજાશે બે દિવસીય ફેશન એક્ઝિબિશન વેડિંગ એશિયા ૨૦૨૧

અમદાવાદ, વેડિંગ એશિયા નામ  પ્રમાણે જ ખ્યાલ આવેે છે ફેશન, પર્સનલ સ્ટાઈલ, અધત્તન એક્સ્લુઝિવ ફેશન, લાઈફસ્ટાઈલ અને લક્ઝરી એક્ઝિબિશન દેશભરમાં જાણીતા આ એક્ઝિબિશન ફરીથી પહોંચી ગયા છે. આ ૧૦૬ મી આવૃત્તિ છે.

આપણા શહેર અમદાવાદમાં બે દિવસનું આ હાઈ પ્રોફાઈલ એક્ઝિબિશન તા. ૧ અને ૨ ફેબ્રુઆરી દરમ્યાન હોટલ કોર્ટયાર્ડ બાય મેરિઓટ ખાતે યોજાશે. ફેશન જગત ના જાણીતા ચેહરાઓ સાથે આ શૉ અમદાવાદ માં યોજવા જઈરહ્યો છે. એકત્વ જ્વેલ્સ, કીમ્યા કલેક્શન, કાંતિલાલ જ્વેલ્સ-સુરત, પંચરત્ન જ્વેલર્સ, જસપ્રીત દ્વારા અભિવ્યક્તવાદી, વિશા કોશા દ્વારા શ્વેત્રાંગ, ધ વેડિંગ નોટ, ઇશા અને સપના દ્વારા અરઝો  જેવા જાણીતા લોકો આપડી જોડે જોડાશે.

હૈદરાબાદ, બેગ્લુરૂ, ચૈન્નાઈ, પુને, કોચી અને શ્રીલંકા જેવા મેટ્રો શહેરોમાં વેડિંગ એશિયા  એક્ઝિબિશનને અદૃભુત પ્રતિસાદ મળેલ છે. હવે મુંબઈ, દિલ્હી, જયપુર, હૈદરાબાદ, લખનૌ, પૂણે, બેગલોર, કોલકત્તા અને ચેન્નાઈના ટોચના 25 થી વધુ ફેશન અને જ્વેલરી  ડિઝાઈનર્સના રોમાંચક ફેશન વર્કને અમદાવાદ ખાતે આયોજીત આ એક્ઝિબિશનમાં રજુ કરવામાં આવશે. 

“અમારા મહેમાનોને બેસ્પોક અનુભવ પ્રદાન કરવાનો અમારો પ્રયાસ છે. અમે તેમની જરૂરિયાતો અને માંગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આપણા અસ્તિત્વના 14 વર્ષ સુધી તેમની શ્રેષ્ઠ સેવા આપી છે, ‘એમ વેડિંગ એશિયાના સ્થાપક નિયામક શ્રી મનિન્દર શેઠી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન એ ફેશન પ્રત્યે જાગૃત તમામ લોેકો માટે છે.

આ અનોખા કલેકશનમાં એથનિકથી લઈને આધુનિક અલંકારો, ક્લાસી અને ચીક એસેસરીઝ, ગીફ્ટસ આ બધું જ  વેડિંગ એશિયાના   એક્ઝિબિશનમાં સામેલ છે અને તે એક ફેશન પ્રવાહ બનશે. તેમાં સામેલ વિવિધ રેન્જ તમને જરૂર આશ્ચર્યચક્તિ કરશે. વેડિંગ એશિયા  એક્ઝિબિશન તમને નવીનતમ સિઝન્સ કલેકશન પણ આપશે.
ફેશન ચાહકોે માટેે વેડિંગ એશિયા એક્ઝિબિશન વન-સ્ટોપ શોપ અધત્તન અને તેમની પસંદગીની ફેશન અને ટ્રેન્ડી સ્ટાઈલ અંગે પસંદગી કરવાની તક મેળવશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.