Western Times News

Gujarati News

નર્સરીથી ૧૨મા ધોરણ સુધી શાળામાં એક રજા ન પાડી

ભોપાલ, ભોપાલની કાર્મેલ કૉન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરનાર અદિતિ ભાર્ગવ નામની છોકરીએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અદિતિની આ ઉપલબ્ધિ પર તેનો આખો પરિવાર ગર્વ અનુભવી રહ્યો છે. કારણકે, અદિતિ નામની આ છોકરીએ નર્સરીથી ધોરણ ૧૨ સુધીના અભ્યાસ દરમિયાન સ્કૂલમાં એકપણ રજા પાડી નથી. આ છોકરી દરરોજ સ્કૂલે જતી હતી અને ધોરણ ૧૨ની પરીક્ષા તેણે સારા માર્ક્‌સ સાથે પાસ કરી છે. ૧૫ વર્ષ દરમિયાન સ્કૂલમાં ૧૦૦ ટકા હાજરી માટે અદિતિ ભાર્ગવને ઈનામ મળ્યું છે.

અદિતિએ ૧૫ વર્ષમાં સ્કૂલમાં એકપણ રજા પાડી નથી. તેની આ ઉપલબ્ધિની ઈન્ડિયા બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડ અને ભારત સરકારના યૂનિક વર્લ્‌ડએ નોંધ લીધી છે. અદિતિ પોતાની આ ઉપલબ્ધિ પર ખૂબ ખુશ છે. તારીખ ૧૧ નવેમ્બર, ૨૦૦૧ના રોજ જન્મેલી અદિતિએ નર્સરીથી લઈને ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે. અદિતિએ જણાવ્યું કે સ્કૂલમાં ૧૦૦ ટકા હાજરી અને અભ્યાસ મેં કોઈ રેકોર્ડ બનાવવા માટે નથી કર્યા. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવો પણ કોઈ રેકોર્ડ બનશે.

અદિતિએ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ક્વિઝ, ડાન્સ, ડિબેટ કોમ્પિટિશન વગેરેમાં ભાગ લીધો અને ઘણાં એવોર્ડ પણ જીત્યા. અદિતિએ અભ્યાસ દરમિયાન બીમારી અને ઘર-પરિવારના કાર્યક્રમો છતાં એકપણ દિવસ સ્કૂલમાં રજા પાડી નથી. અદિતિના પિતાએ જણાવ્યું કે દીકરી માટે અમે ઘણી વખત લગ્ન અને અન્ય સમારોહમાં જઈ શક્યા નથી. અદિતિએ પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય તેના માતા-પિતા, બહેન અને ટીચરને આપ્યો છે. અદિતિ આગળ જતા જજ બનવા માગે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.