Western Times News

Gujarati News

પહેલો કોરોના કેસ મળ્યાના એક વર્ષ પછી કોરોના હારવાની કગારે

નવી દિલ્હી: ભારત આજે ૩૦ જાન્યુઆરી શનિવારના દિવસે કોવિડ-૧૯ મહામારીનું અંધાધૂંધી ભરેલું એક વર્ષ પૂર્ણ થયું છે, જેમાં દરેક પસાર થતા દિવસ સાથે દેશના મોટાભાગના વિસ્તારોમાં વાયરસનો પ્રકોપ વધુને વધુ નિયંત્રણમાં દેખાઈ રહ્યો છે. શુક્રવારે દુનિયામાં ભારત વાયરસથી મૃત્યુ મામલે એક પાયરી નીચે ઉતરીને ચોથા સ્થાને આવી ગયું હતું, મેક્સિકોમાં આ મહામારીથી જાનહાનિએ ભારતના મૃત્યુ આંકને પાછળ છોડી દીધો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧,૫૦૦થી વધુ લોકોના મોત થયા છે જેના કારણે મેક્સિકોનો કોવિડ-૧૯થી મૃત્યુ આંક ૧,૫૫,૦૦૦માં પહોંચી ગયો છે, જે અત્યાર સુધીમાં આ વાયરસથી ભારતમાં નોંધાયેલ કુલ મૃત્યુ ૧,૫૪,૧૮૪ને પાર કરી ગયો છે. ભારતમાં છેલ્લા એક પખવાડિયાથી વધુ સમયથી દરરોજ ૨૦૦થી ઓછા કોવિડ-૧૯થી મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે આ જ સમયગાળામાં ઓછામાં ઓછા આઠ દેશોમાં દરરોજ જાનહાનિ ૫૦૦થી વધુ થઈ રહી છે.

આમાંથી ચાર દેશો છેલ્લા કેટલાક દિવસોમાં દૈનિક ૧,૦૦૦થી વધુ મૃત્યુ નોંધાયા છે. જેમાં અમેરિકામાં દૈનિક મૃત્યુ આંક ૪,૦૦૦ની આસપાસ છે. આ મહામારી અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં નોંધયા છે. જેમાં ગુરુવાર સુધીમાં ૪.૪ લાખથી વધુનો મૃત્યુ આંક થયો છે. worldometer.info અનુસાર અમેરિકા બાદ બ્રાઝિલ આ મામલે બીજા ક્રમે છે જ્યાં ૨.૨ લાખથી વધુ મૃત્યુ આંક નોંધાયો છે.

જ્યારે મેક્સિકો અને ભારત ઉપરાંત યુકે એકમાત્ર અન્ય દેશ છે, જ્યાં કોવિડ૧૯ મૃત્યુ આંક ૧ લાખને પાર કરી ગયો છે. આ શ્રેણીમાં ભારતને બાદ કરતાં અન્ય ચારેય દેશોમાં હાલ દૈનિક ૧,૦૦૦થી વધુ જાનહાનિ જાેવા મળી રહી છે.ગયા વર્ષે ૩૦ જાન્યુઆરીએ જ ભારતમાં પ્રથમ કોવિડ-૧૯ કેસ નોંધાયો હતો.

જે કેરળના એક વિદ્યાર્થીનો હતો. જે ચીનના વુહાનથી પાછો ફર્યો હતો, જ્યાંથી આ વાયરસનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે. જાેગાનુજાેગ, તે ભારતમાં હાલ કેરળ જ એક એવું રાજ્ય છે જ્યાં આ મહામારીના એક વર્ષ પછી પણ સંક્રમણ ફરી ફરી માથું ઊંચકી રહ્યું છે.

જ્યારે દેશના મોટાભાગના અન્ય વિસ્તારોમાં મહામારી સ્પષ્ટ પણે પીછેહઠ કરી રહી છે. જ્યારે ભારત ગત વર્ષે ઓગસ્ટના અંતથી ઓક્ટોબર સુધી દૈનિક કોવિડ કેસની ગણતરીમાં વિશ્વમાં મોખરે રહ્યું હતું, હાલ તે આઠમા સ્થાને આવી ગયું છે. ભારતમાં દૈનિક કેસોની સાત દિવસની રોલિંગ એવરેજ હાલ ૧૩,૫૦૦ની આસપાસ છે. જે યુએસ, બ્રાઝિલ, રશિયા, યુકે, ફ્રાન્સ, સ્પેન અને મેક્સિકોની સરેરાશ કરતા ઓછી છે. ઇન્ડોનેશિયા અને પોર્ટુગલ એમ બે અન્ય દેશોમાં પણ ફરી મહામારીના સંક્રમણમાં વધારો જાેવા મળી રહ્યો છે.

તે આગામી કેટલાક દિવસોમાં ભારતના ૭ દિવસના એવરેજ આંકડાને પાર કરી જઈ શકે છે. જાેકે, કુલ કેસલોડની દ્રષ્ટિએ ભારત હજુ પણ યુએસ પછી બીજા સ્થાને છે. યુએસમાં અત્યાર સુધીમાં ૨૬.૩ મિલિયનથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે,

જ્યારે ભારત ૧૦.૭ મિલિયન સાથે બ્રાઝિલના ૯ મિલિયન, રશિયાના ૩.૮ મિલિયન અને યુકેના ૩.૭ મિલિયનથી આગળ છે. ૨૪ કલાકમાં ભારતમાં ૧૩,૦૦૦ વધુ નવા કેસ અને ઓછામાં ઓછા ૧૩૩ લોકોના મોત નોંધાયા છે. દેશમાં મહામારીનું સંક્રમણ ચોક્કસપણે ઓછું થયું છે, જાેકે મહામારીનો ખતરો હજુ સંપૂર્ણ પૂર્ણ દૂર થયો નથી, કારણ કે અનેક નિષ્ણાતોએ વારંવાર ધ્યાન દોર્યું છે કે આ મહામારી ફરી ફરી માથું ઊંચકી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.