Western Times News

Gujarati News

BoIએ વિઝા સિગ્નેચર ઇન્ટરનેશનલ કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ પ્રસ્તુત કર્યા

મુંબઈ, બેંક ઓફ ઇન્ડિયા (બીઓઆઈ)એ એના ગ્રાહકો માટે મેટલ અને પ્લાસ્ટિક એમ બંને વેરિઅન્ટમાં વિઝા સિગ્નેચર ઇન્ટરનેશનલ કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ પ્રસ્તુત કર્યું છે. Bank of India(BOI) has rolled out Visa Signature International Contactless Debit card for its customers in both metal and plastic variants.

આ નવા ડેબિટ કાર્ડ પ્રસ્તુત કરવાની સાથે બીઓઆઈના ગ્રાહકો પીઓએસ પર રૂ. 5.00 લાખની, ઇ-કોમર્સ વ્યવહારો માટે રૂ. 2.00 લાખની, એટીએમમાંથી રૂ. 1.00 લાખની રોકડ ઉપાડની અને કોન્ટેક્ટલેસ વ્યવહારો માટે રૂ. 5,000ની રોજિંદા ખર્ચ મર્યાદાનો લાભ મેળવશે.

કાર્ડ પૂરક લોંજ સુલભતા, કાર્ડ પીઓએસ પર રિવોર્ડ્ઝ પોઇન્ટ અને ઇ-કોમર્સ વપરાશ, બિનઅધિકૃત નાણાકીય વ્યવહાર સામે વીમો અને પ્રવાસ, રિટેલ, ડાઇનિંગ, લાઇફસ્ટાઇલ, મનોરંજન, પૂરક લોંજ એક્સેસઅને લક્ઝરિયસ હોટેલ્સ પર વધારાના ફાયદા પણ ઓફર કરે છે.

સેવિંગ અને કરન્ટ એકાઉન્ટમાં સરેરાશ ત્રિમાસિક બેલેન્સ રૂ. 10.00 લાખ અને એનાથી વધારે જાળતા હાઈ નેટવર્થ ગ્રાહકોને આ નવા કાર્ડ ઇશ્યૂ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.