Western Times News

Gujarati News

ગાંધીજીની 73મી પુણ્યતિથિએ વડા પ્રધાને નમન કર્યા

નવી દિલ્હી, રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધીજીની 73મી પુણ્યતિથિ નિમિત્તે આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ ગયા હતા અને પૂજ્ય બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડા પ્રધાને મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે ગાંધીજી આજની પેઢીના ટીનેજર્સ માટે પ્રેરણારૂપ હતા. ગાંધીજીના આદર્શો લાખો લોકોને પ્રેરણા આપતા રહ્યા છે.

વડા પ્રધાને ટ્વીટર પર લખ્યું કે આજે પૂજ્ય ગાંધીબાપુની 73મી પુણ્યતિથિ પર બાપુને પ્રણામ. એમના વિચારો અને આદર્શો લાખો લોકોને પ્રેરિત કરે છે. આજે શહીદ દિને આપણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં શઙીદ થયેલા હજારો નામી-અનામી ભાઇબહેનોને આદરપૂર્વક યાદ કરીએ છીએ.

આજે 30મી જાન્યુઆરી છે. 1947ના જાન્યુઆરીની ત્રીસમી તારીખે સાંજે સાંધ્ય  પ્રાર્થના માટે જઇ રહેલ પૂજ્ય બાપુને નથુરામ ગોડસે નામના એક માણસે નજીક જઇને પ્રણામ કરવાનો ડોળ ઘાલીને પોઇન્ટ બ્લેન્કથી ત્રણ ગોળી મારી દીધી હતી. હે રામ બોલીને બાપુ ત્યાં ને ત્યાં ઢળી પડ્યા હતા.

પૂજ્ય બાપુની પુણ્યતિથિને દર વરસે શહીદ દિન તરીકે ઊજવવામાં આવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને ભાજપ તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ રાષ્ટ્રપિતાને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.