Western Times News

Gujarati News

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની તપાસમાં ઈઝરાયેલ એજન્સી પણ જોડાશે

નવી દિલ્હી, દિલ્હીમાં ઈઝરાયેલ એમ્બેસી પાસે થયેલા બ્લાસ્ટને લઈને ઈઝરાયેલ તપાસ એજન્સી પણ તપાસમાં જોડાશે તેવી ચર્ચાઓ છે. એમ્બેસી પાસે બ્લાસ્ટ થયેલા બોંબ પર ઇઝરાયેલી રાજદૂત એમ લખેલું હતું. આવું લખવાનું કારણ શું હતું એ સ્પષ્ટ થયું નથી. જો કે પોતાના રાજદૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટના પગલે ઇઝરાયેલ અપસેટ થયું હતું.

આ વિસ્ફોટની તપાસ કરવા ઇઝરાયેલ પોતાના ચુનંદા જાસૂસોની એક ટુકડી મોકલી રહ્યું હોવાની જાણકારી મળી હતી. મોટે ભાગે ઇઝરાયેલી ટુકડી આજે નવી દિલ્હી પહોંચવાની ધારણા છે. આ લોકો પોતાના કર્મચારીઓ ઉપરાંત દિલ્હીમાં વસતા ઇઝરાયેલી નાગરિકો સાથે પણ વાતચીત કરશે.

ઈઝરાઈલ દૂતાવાસ પાસે થયેલ બ્લાસ્ટનો મોટો ખુલાસો થયો છે. સ્પેશિયલ સેલથી જોડાયેલા સૂત્રો મુજબ, બોમમાં એમોનિયમ નાઇટ્રેટના ઉપયોગની શંકા છે, જણાવવામાં આવી રહ્યું હસે કે એમાં નાના-નાના બોલ બેયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે ઈઝરાઈલ દૂતાવાસ પાસે જિંદાલ હાઉસની સામે શુક્રવારે સાંજે બ્લાસ્ટ થયો હતો , પરંતુ ત્યાં સીસીટીવી કામ કરતુ ન હતું. હાલ તપાસ કરી રહેલ એજન્સીઓએ બીજી જગ્યાના સીસીટીવી પોતાના કબ્જામાં લઇ લીધા છે અને તપાસ જારી છે.

તપાસ એજન્સીઓને સોફ્ટ ડ્રિન્કની કેટલીક કેનના ટુકળા પણ મળ્યા હતા. શંકા છે કે એના દ્વારા વિસ્ફોટક તૈયાર થયા હતા. જે સમયે બ્લાસ્ટ થયો ત્યારે ઈઝરાઈલ દૂતાવાસમાંથી તમામ લોકો જતા રહ્યા હતા, ધમાકો થયો તે સમયે કોઈ મુવમેન્ટ થઇ ન હતી. બોમ પ્રેસરથી ફાટ્યો એટલા માટે રસ્તાની બીજી બાજુ ગાડીઓના કાચ ફૂટી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.