Western Times News

Gujarati News

૨૬ જાન્યુ.એ જે થયું તે એક ષડયંત્ર હતું: ખેડૂત નેતા ટિકૈટ

રાષ્ટ્રધ્વજ સૌથી ઉપર છે, અમે તિરંગાનું અપમાન નહીં થવા દઈએ, હંમેશા તેને ઊંચો રાખીશું: રાકેશ ટિકૈત

નવી દિલ્હી, પ્રજાસત્તાક દિવસના પ્રસંગે લાલ કિલ્લા પર થયેલા ઉપદ્રવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પ્રતિક્રિયા આપી. તેમણે મન કી બાતમાં કહ્યું કે, દિલ્હીમાં ૨૬મી જાન્યુઆરીએ તિરંગાનું અપમાન જાેઈને દેશને ઘણું દુઃખ થયું. લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓએ ખેડૂતોને પોતાનો ધાર્મિક ઝંડો લહેરાવી દીધો હતો.

આ ઝંડો એ જગ્યા લગાવાયો હતો જ્યાં ૧૫મી ઓગસ્ટે વડાપ્રધાન દ્વારા તિરંગો ફરકાવવામાં આવે છે. આ સિવાય ઐતિહાસિક ઈમારતમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મન કી બાતમાં વડાપ્રધાને કહેલી વાતનો જવાબ આપતા ટિકૈતે કહ્યું- ૨૬ જાન્યુઆરીએ જે થયું તે એક ષડ્યંત્રનું પરિણામ હતું. ટિકૈતે કહ્યું કે આની ઊંડી તપાસ થવી જાેઈએ.

ખેડૂત નેતાએ વાતચીતમાં જણાવ્યું કે, તિરંગો સૌથી ઉપર છે. અમે ક્યારેય તિરંગાનું અપમાન નહીં થવા દઈએ. હંમેશા તેને ઊંચો રાખીશું. આ સહન કરવામાં નહીં આવે.વડાપ્રધાન મોદીએ શનિવારે સર્વદળીય બેઠકમાં કહ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોથી એક ફોન કૉલ દૂર છે.

જેના પર રાકેશ ટિકૈતે કહ્યું કે, “સરકારે અમારા લોકોને મુક્ત કરવા જાેઈએ અને વાત વાતચીત માટે મંચ તૈયાર કરવો જાેઈએ. અમને આશા છે કે વચ્ચેનો કોઈ રસ્તો નીકળશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ જે કહ્યું તેનું અમે સન્માન કરીએ છીએ, તેમની ગરિમાની રક્ષા કરવામાં આવશે. ટિકૈતે આગળ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે સરકાર કે સંસદ અમારી આગળ નમી જાય, પરંતુ ખેડૂતોના આત્મ-સ્મમાનની રક્ષા કરે.

ટિકૈતે કહ્યું, અમારા જે લોકો જેલમાં બંધ છે તેમને મુક્ત કરવામાં આવે પછી વાતચીત થશે. વડાપ્રધાન પહેલ કરી છે અને સરકાર તથા અમારી વચ્ચે એક કડી બની છે. ખેડૂતોની પાઘડીનું પણ સમ્માન રહે અને દેશના વડાપ્રધાનનું પણ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.