Western Times News

Gujarati News

કોઈ આંદોલનને કચડીને શાંત ન કરી શકાયઃ સત્યપાલ મલિક

ખેડૂતોની સમસ્યાને સાંભળવા સરકારને અપીલ કરી-મોટાભાગના કિસાન શાંતિપૂર્વક રહ્યા, હું તેમને સરકારની સાથે વાતચીત કરીને સમાધાન કાઢવાની અપીલ કરુ છું

શિલોન્ગ/નવી દિલ્હી,  મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકએ કિસાન આંદોલનને લઈને સરકાર અને કિસાનોએ સાથે મળીને સમાધાન કાઢવાની અપીલ કરી છે. આ સાથે તેમણે સરકારને અપીલ કરતા કહ્યું કે, વિશ્વના કોઈપણ આંદોલનને દબાવી-કચડીને શાંત ન કરી શકાય.

મલિકે કહ્યુ, હું ખુદ કિસાનોના આંદોલનથી નિકળેલો નેતા છું. તેથી હું તેમની સમસ્યાઓ સમજી શકુ છું. આ મામલામાં જલદીથી સમાધાન નિકળવુ દેશના હિતમાં છે. હું સરકારને અપીલ કરુ છું કે કિસાનોની સમસ્યાને સાંભળે. બન્ને પક્ષોએ જવાબદારીની સાથે વાતચીતમાં સામેલ થવું જાેઈએ.

તેમણે કહ્યુ, મોટાભાગના કિસાન શાંતિપૂર્વક રહ્યા. હું તેમને સરકારની સાથે વાતચીત કરી સમાધાન કાઢવાની અપીલ કરુ છું. આ સાથે હું સમાધાન કરતા તે જણાવવા ઈચ્છુ છું કે વિશ્વના કોઈપણ આંદોલનને દબાવી-કચડી શાંત ન કરી શકાય. મૂળરૂપથી ઉત્તર પ્રદેશના બાગપતના નિવાસી સત્યપાલ મલિક હાલ મેઘાલયના રાજ્યપાલ છે.

આ પહેલા તેઓ જમ્મુ-કાશ્મીર, ગોવા, બિહાર, ઓડિશાના પણ રાજ્યપાલ રહી ચુક્યા છે. ધારાસભ્ય તરીકે રાજકીય જીવન શરૂ કરનાર મલિક લોકસભા અને રાજ્યસભાના સાંસદ રહ્યા છે. તેઓ જનતા દળ અને ભાજપની સાથે રાજનીતિમાં સક્રિય રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.