Western Times News

Gujarati News

OTT‌ પ્લેટફોર્મ નિયમન માટે ટૂંકમાં ગાઇડલાઇન્સ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વેબ સીરીઝનાં કન્ટેન્ટ અંગે વધતા વિવાદનું સ્થાયી સમાધાન કરવાનો ર્નિણય લીધો છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં OTT‌ પ્લેટફર્મ અને ઓનલાઇન સ્ટ્રીમિંગ કન્ટેન્ટનાં નિયમનની વ્યવસ્થા કરવાાં જ રેગ્લુલેશનની ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, મંત્રાલય બાદ જલ્દી જ ઓવર ધ ટોપ પ્લેટફર્મ માટે દિશા-નિર્દેશ જાહેર કરશે. કારણ અહીં જાેવા મળતી કેલીક સીરીઝ વિરુદ્ધ ઘણી બધી ફરિયાદ મળી છે. હાલમાં જ તાંડવ વેબ સીરિઝ, મિર્ઝાપૂર વેબ સીરિઝ બાદ  રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ ‘અ સૂટેડબલ બોય’ અંગે પણ ઘણો વિવાદ થયો હતો તેનાં વિરુદ્ધ પણ ઘણાં કેસ દાખલ કરવામાં આવ્યાં છે.

જાવડેકરે મીડિયા કર્મીઓ સાથે વાત કરતાં કહ્યું કે, અમને OTT‌ પ્લેટફર્મ પર હાજર કેટલીક વેબ સીરિઝ વિરુદ્ધ ઘણી બધી ફરિયાદ મળી છે. ઓટીટી પ્લેટફર્મ પર રિલીઝ ફિલ્મ અને સીરિયલ્સ ડિજિટલ સમાચાર પત્ર, કેબલ ટેલીવિજન નેટવર્ક્‌સ (રેગ્યુલેશન) એક્ટ કે સેન્સર બોર્ડનાં દાયરામાં નથી આવતી. જલ્દી જ આ તમામનાં દિશા નિયમ માટે કેટલાંક ખાસ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવશે.

મંત્રી તેમ પણ જાહેરાત કરી છે કે, ૧ફેબ્રુઆરીથી સિનેમાહોલમાં સંપૂર્ણ સીટ ભરવાની અનુમતિ આપવામાં આવી છે. પણ આ સાથે જ કોવિડ ૧૯ સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. OTT‌ પ્લેટફર્મ પર સામગ્રીએ હાલમાં વિવાદને જન્મ આપ્યો છે.

જેને કારણે વિવાદ થયો તે કાર્યક્રમનાં નિર્માતાઓને લાભ મળી રહ્યો છે.ઉત્તર પ્રદેશનાં લખનઉ, ગ્રેટર નોએડા અને શાહજહાંપુરમાં ત્રણ દાખલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં બે અને કર્ણાટક અને બિહારમાં એક એક FIR દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓછામાં ઓછા ત્રણ અન્ય આપરાધિક મામલા મહારાષ્ટ્ર દિલ્હી અને ચંદીગઢમાં પણ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.