Western Times News

Gujarati News

ચૂંટણી માટે શનિવાર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે

ગાંધીનગર: રાજ્યમાં અમદાવાદ સહિત ૬ મહાનગરોમાં ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાેનારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદના ૪૮ વોર્ડ મળી ૬ મહાપાલિકાના ૧૪૪ વોર્ડની કુલ ૫૭૬ બેઠકો માટે ૬ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરવા માટે રાજ્યના ચૂંટણી પંચે કોરોના સંદર્ભે ગાઈડલાઈન્સ બહાર પાડી છે.

ત્યારબાદ ૮મીએ ફોર્મ ચકાસણી થશે અને ૯મીએ ફોર્મ પાછા ખેંચી શકાશે. ઉમેદવારને કોરોનાનો ચેપ લાગ્યો હોય અથવા શંકાસ્પદ લક્ષણો હોય તો પણ પ્રોટોકોલના પાલન સાથે ફોર્મ ભરી શકશે.ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ ઉમદેવાર પોઝિટિવ પેશન્ટ ન હોય એ આવશ્યક છે,

તેમ છતાંય જાે કોઈ ઉમેદવારને કોરોના થયો હોય તો તેને આગળના દિવસે સંબંધિત ચૂંટણી અધિકારી, આરોગ્ય અધિકારી કે નોડલ ઓફિસરને જાણ કરવાની રહશે. આવા ઉમેદવારે સ્મ્મ્જી કે તેનાથી વધુ નિષ્ણાંત ડોક્ટરનુ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે અને આ સર્ટિફિકેટ સાથે પીપીઈ કિટ પહેરી નિયત વાહન કે એમ્બ્યુલન્સમાં આવી ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કરવાનું રહેશે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા ઈચ્છુક પ્રત્યેક ઉમેદવારે પોતાનો ગુનાહિત ઈતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા બાબતનું સોગંદનામુ રજૂ કરવાનું રહેશે.

ફોર્મ ભરવા ટોળાશાહી ચલાવી લેવાસે નહીં, વધુમાં વધુ બે વાહનમાં ઉમેદવાર સાથે બે વ્યક્તિને એટલે કે ઉમેદવાર, ચૂંટણી એજેન્ટ અને દરખાસ્ત કરનાર એમ ત્રણ જણાને જ ફોર્મ ભરતી વખતે ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં પ્રવેશ મળશે.

ઉમેદવારોની પસંદગી કરવાની આખરી પ્રક્રિયા માટે ભાજપ ચૂંટમી સમિતિની બેઠક પણ મળી રહી છે. સોમવારથી ત્રણ દિવસ મળનારી બેઠકમાં પહેલા દિવસે સુરત, વડોદરા અને ભાવનગરની કુલ ૨૪૨ બેઠકો માટે ઉમેદવારોની સુનાવણી કરશે. ૪ ફેબ્રુઆરીથી ભાજપ તેના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ પક્ષ પણ ગુરુવારથી જ ફોર્મ ભરવાની શરૂઆત કરે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.