Western Times News

Gujarati News

Budget 2021: હોમ લોન પર મળતી રહેશે 1.5 લાખ રૂપિયાની વધારાની ટેક્સ છૂટ

નવી દિલ્હી, આ બજેટમાં ઘરની ખરીદી કરનાર લોકોને લઈને સારા સમાચાર આવ્યા છે. ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80EEA હેઠળ મળી રહેલી વધારાની ટેક્સ છૂટને સરકારે એક વર્ષ માટે વધારી દીધી છે. સરકારે હોમ લોનના વ્યાજ પર 1.5 લાખ રૂપિયાની વધારાની છૂટ આપે છે જેની રકમ 31 માર્ચ 2021ના રોજ પૂર્ણ થઈ રહી હતી તેને વધારીને બવે 31 માર્ચ 2022 કરી દેવામાં આવી છે.

સરકારના આ પગલાંથી પહેલીવાર ઘર ખરીદનારા લોકોને ફાયદો થશે. જો લોન 31 માર્ચ 2021 પહેલા 45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદવા માટે લોન લીધી હશે તો આ ડિડક્શનનો ફાયદો લઈ શકાશે. હજુ પણ લોન પર ઘણાં પ્રકારના ટેક્સ બેનિફિટની જોગવાઈ છે. જો કોઈની પાસે સેલ્ફ ઓક્યૂપાઈડ પ્રોપર્ટી છે તો હોમ લોનના પ્રિંસિપલ સેક્શન 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. જ્યારે 2 લાખ રૂપિયાના વ્યાજ પર સેક્શન 24(B) હેઠળ ટેક્સ છૂટ મળે છે.

હોમ લોનના વ્યાજમાં આ છૂટને 2019માં લાવવામાં આવી હતી. આ છૂટ ઈન્કમ ટેક્સ સેક્શન 24(B) હેઠળ મળી રહેલા 2 લાખ રૂપિયાના વ્યાજ પર ટેક્સ છૂટ પર છે. એટલે કે એક કરદાતા એફોર્ડેબલ હાઉસિંગના હોમ લોનના વ્યાજ પર એક વર્ષમાં કુલ 3.5 લાખ રૂપિયાની ટેક્સ છૂટ લઈ શકે છે પરંતુ આ ટેક્સ છૂટ હાંસલ કરવા માટે કેટલીક શરતો પણ છે.

શરતો

  • હોમ લોન રેલિડેન્સિયલ હાઉસ પ્રોપર્ટી ખરીદવા માટે કોઈ નાણાંકિય સંસ્થા કે હાઉસિંગ ફાઈનાન્સ કંપની પાસેથી લીધેલી હોય
  • હોમ લોન એપ્રીલ 1, 2021 અને માર્ચ 31, 2022 વચ્ચે લેવામાં આવી હોય
  • હાઉસ પ્રોપર્ટીની સ્ટેમ્પ ડ્યૂટી 45 લાખ રૂપિયાથી વધારે હોવી જોઈએ નહી
  • કરદાતા પાસે પહેલાથી કોઈ રેસિડેન્સિયલ પ્રોપર્ટી હોવી જોઈએ નહી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.