Western Times News

Gujarati News

આજનું બજેટ ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરનારું છે’: Budget 2021 : PM મોદી

નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણએ આજે કોરોના કાળ બાદનું પહેલું  બજેટ 2021 રજૂ કરી દીધું છે. કોરોના કાળમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં તેઓએ દેશને આર્થક ગતિ આપવા માટે અનેક પ્રકારની જોગવાઈઓ રાખી છે. બજેટ પૂરું થયા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ 2021ને આવકાર્યું હતું. અને કહ્યું હતું કે, આજનું બજેટ ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરનારું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વર્ષ 2021નું બજેટ અસાધારણ પરિસ્થિતિઓ વચ્ચે રજૂ કરવામાં આવ્યું છે. અને આમા યથાર્થનો અહેસાસ છે. અને ભારત વિકાસનો વિશ્વાસ પણ છે.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વિકાસના નવા અવસરોને વધારવા, આપણા યુવાનો મોટા નવા ઉદ્ધઘાટન, માનવ સંસાધનો માટે એક નવા ઉચ્ચ સ્તર, પાયાના માળખા માટે નવા ક્ષેત્રોને વિકસિત કરવા અને ટેક્નોલોજી તરફ ચાલવા અને આ બજેટમાં નવો સુધારો લાવવાનો દ્રષ્ટી કોણ મળ્યો છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ બજેટ વ્યક્તિઓ, રોકાણકારો, ઉદ્યોગ અને માળખાકીય ઢાંચા ક્ષેત્ર માટે અનેક સકારાત્મક બદલાવ લાવશે. હું નાણાંમંત્રી નિર્મલા જી અને તેમની ટીમને આ બજેટ માટે શુભેચ્છા પાઠવું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.